ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)માં હાઇપ્રોફાઇલ મજૂરા(Majura) બેઠક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) સામે કોંગ્રેસ(Congress) દ્વારા બળવંત જૈન(Balwant Jain) નામના ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, તેમના બૂથો પર ટેબલો અને પોલિંગ એજન્ટો ગાયબ હોવાની ફરિયાદો મળી હતી. અમુક જગ્યાએ જ્યાં મોકલવામાં આવ્યા તે પણ બીજી વિધાનસભાના હોવાથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. એટલે હવે હર્ષ સંઘવીની જીત પરિણામ પહેલા જ નક્કી થઇ ગઇ હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો એજન્ટો હતા જ નહીં તો પાર્ટી તરફથી મળેલા 40 લાખ રૂપિયાનું શું થયું તેવો સવાલ ખુદ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
જો વાત કરવામાં આવે તો મજૂરા વિધાનસભામાં સવારથી જ ઘણા બૂથો ટેબલ કે એજન્ટ ન હતા. જોકે, કેટલીક જગ્યાએ એજન્ટો ગયા પરંતુ તે જે તે વિધાનસભાના વોટર ન હોવાને કારણે તેમાંથી ઘણાને કાઢી મૂકવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ જણાવતા કહ્યું હતું કે, તેમણે પોતે કોંગ્રેસના 30થી વધુ પોલિંગ એજન્ટોને બહાર કઢાવ્યા હતા કારણ કે તે લોકો મજૂરાના વોટર જ ન હતા. મહત્વનું છે કે, નિયમ મુજબ તેમને રાખી શકાય નહીં.
અજય ટપાલી નામના ભાજપના એક કાર્યકરે જણાવતા કહ્યું હતું કે, તેમણે ભટાર, ખટોદરા સહિતના વિસ્તારોમાં 60થી 70 એજન્ટોને દૂર કરાવ્યા હતા કારણ કે તેઓ ત્યાના વોટર ન હતા. તેમનું કહેવું હતું કે અંદાજે 200 જેટલા બૂથ પર આ પ્રકારની સ્થિત હોઇ શકે છે.
અહિયાં એ પણ સવાલ પેદા થઇ રહ્યો છે કે, શું તો બળવંત જૈન દ્વારા બૂથ એજન્ટોની નિમણૂક જ નહોતી કરવામાં આવી? ત્યારે આ અંગે કોંગ્રેસના કાર્યકર અને અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા ગોવિંદ પટેલને પૂછતા તેમણે જણાવતા કહ્યું હતું કે, મતદાનના પહેલા દિવસે મોડીરાત સુધી એજન્ટોને જે ચૂકવણુ કરવામાં આવતું હોય છે તે કરવામાં આવ્યું ન હતું. છેવટે થોડા ઘણા રૂપિયા આપીને એજન્ટોને મોકલવાની વાત કરવામાં આવી એટલે મોટા ભાગનાએ ના પાડી દીધી હતી. ત્યાર પછી તેમણે શું કર્યું તે ખબર નથી. એવું લાગી રહ્યું હતું કે, તેમણે રૂપિયા આપવા જ ન હતા.
સમગ્ર મામલે અંગે કોંગ્રેસના કાર્યકારી દીપ નાયકને પૂછતા તેમણે જણાવતા કહ્યું કે, આ અંગેની મૌખિક ફરિયાદ તેમને મળી છે પરંતુ તે માહિતી ચોક્કસ નથી. તપાસ કરવામાં આવી રહી છે. સુરત કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઇને પણ આ અંગે પૂછવામાં આવતા તેમણે અજાણ હોવાની વાત કરી હતી. જોકે, તેમણે જણાવતા કહ્યું હતું કે, પાર્ટીએ ઉમેદવાર દીઠ રૂપિયા 40 લાખનું ફંડ આપ્યું છે. એટલે રૂપિયા ન આપ્યા હોય તેવું ન બને. છતાં આ અંગે જો કોઇ ફરિયાદ મળશે તો તપાસ કરાવવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો બળવંત જૈનને પહેલેથી જ ખબર હતી કે, આ બેઠક પર હારવાનું જ છે. એટલે રૂપિયા ખર્ચવાનો કોઈ મતલબ નથી. જોકે, પાર્ટી દ્વારા આપવામાં આવેલ આ રૂપિયા ક્યાં ગયા તે પ્રશ્ન ખુદ કોંગ્રેસના કાર્યકરો તેમને પૂછી રહ્યા છે. બીજી તરફ ભાજપ દ્વારા પણ આ બેઠક પર કોઇ ખાસ મહેનત કરવાની જરૂર પડી ન હતી. કોંગ્રેસ દ્વારા જે રીતે મજૂરામાં બીજી વિધાનસભાઓના મતદારોને એજન્ટ બનાવવામાં આવ્યા તે બતાવે છે કે, આ જાણી જોઇને જ કરવામાં આવ્યું હોઈ શકે છે.
સુત્રો એવું પણ કહી રહ્યા છે કે, આમ પણ હર્ષ સંઘવી જેવા દમદાર ઉમેદવાર હતા. જેની સામે કોંગ્રેસમાં આ પ્રકારની હાલત હતી. સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, આ બેઠક પર કોંગ્રેસે ભાજપ સાથે અગાઉથી જ સેટિંગ પાડી દીધુ હતું. એટલે આ પરિસ્થિતિ ઊભી નથી થઇ પરંતુ પહેલાથી જ આ રણનીતિ ઘડવામાં આવી હતી.
જયારે અમારા દ્વારા આ અંગે વાત કરવા બળવંત જૈનને ફોન કરવામાં આવ્યો, પરંતુ તેમના દ્વારા ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. તેમના વતી વહીવટ કરનાર અને અગાઉની ચૂંટણી વખતે ઉમેદવાર રહેલા ધનપત જૈનને પણ ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે પણ ફોન ઉપાડ્યો ન હતો. જોકે, આ ઇશ્યું હવે દિલ્હી સુધી પહોંચી ગયો હોવાની વાત સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.