ભારે વરસાદને કારણે સર્જાયો ગંભીર અકસ્માત- રોડવેઝ બસ-ક્રુઝર વચ્ચે ટક્કર થતા 8નાં મોત, 8 ઘાયલ

Haryana Bus Accident 8 Killed 8 Injured: હરિયાણાના જીંદમાં ભિવાની રોડ પર શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના કરુણ મોત થયા છે. આમાં લગભગ 8 લોકો ઘાયલ(Haryana Bus Accident 8 Killed 8 Injured) થયા છે. હરિયાણા રોડવેઝની બસ અને ક્રુઝર વાહન વચ્ચે સામસામે અથડાવાને કારણે બીબીપુર ગામ પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માતનું પ્રાથમિક કારણ વરસાદ અને ઓવરટેકિંગ હોવાનું કહેવાય છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અન્ય 2 લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. બાદમાં જ્યારે ક્રુઝરમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે મૃત્યુઆંક 8 પર પહોંચ્યો હતો. મૃતકોના મૃતદેહો અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ક્રુઝરમાં સવાર તમામ મૃતકોમાં સામેલ હતા.

2 મૃતકોની હજુ ઓળખ થઈ નથી
મૃતકોની ઓળખ ઓળખ રવિ (ઉંમર વર્ષ 32) s/o ધરમપાલ રહેવાસી મદનહેડી, મનોજ (ઉંમર વર્ષ 45) સતબીરનો પુત્ર, હરદીપ (ઉંમર વર્ષ 37) s/o રામફલ, સુખવિન્દર (ઉંમર વર્ષ 30) મુંધલ નિવાસી રઘુવીર, બિમલા રહેવાસી ભકલાણા, સંજય s/o શિશપાલ રહેવાસી સિવાઈન તરીકે ઓળખ કરવામાં આવી છે. જો કે હજુ સુધી બે મૃતકોની ઓળખ થઈ શકી નથી, સાથે જ રોડવેઝ બસના ડ્રાઈવરને પણ અકસ્માતમાં ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ખુબજ હોબાળો મચી ગયો હતો. તાત્કાલિક 6 એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી અને સાથે જ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને એલર્ટ કરતાં તબીબોને ઈમરજન્સીમાં પહોંચી જવા સૂચના આપી હતી. ડીએસપી રોહતાશ ધુલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહોને ક્રુઝરમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

એવું કહેવામાં આવ્યું છે કે, ભિવાની રોડવેઝ ડેપોની એક બસ સવારે 9.30 વાગ્યે જીંદ બસ સ્ટેન્ડથી નીકળી હતી. જ્યારે તે ભિવાની રોડ પર બીબીપુર ગામ પાસે પહોંચી ત્યારે મુંધલથી પેસેન્જર લઈને જતી ક્રુઝર જીપ સાથે તેની ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે આ અકસ્માતમાં ક્રુઝર જીપના ફુરચા ઉડી ગયા હતા.

અકસ્માત થતાં જ ઘટના સ્થળે ખુબજ હોબાળો મચી ગયો હતો. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં વધુ 2 લોકોના મોત થયા છે, આ પછી વધુ 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. આમ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે.

જીંદમાં થયેલા આ ભયાનક અકસ્માતમાં 3 મહિલાઓ, 1 બાળક અને 4 અન્ય લોકો સહિત 8 લોકો ના કરુણ મોત થયા છે. તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી એમએસ ડો. રાજેશ ભોલાએ જણાવ્યું કે, તમામ ડોક્ટરોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે.

હાલ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં અકસ્માતના કારણ વિશે કોઈ માહિતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે આ દુર્ઘટના બની હતી. અકસ્માત કેવી રીતે થયો તે પોલીસ તપાસ અને ઘાયલોના નિવેદન નોંધ્યા બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *