પોલીસ તમારા કરતા તો ચોર સારા છે, શા માટે મહિલાએ કહ્યું આવું? વાયરલ થઈ પોસ્ટ

Corrupt police: જ્યારે કોઈ ગુનો થાય છે તો લોકોના મનમાં સૌથી પહેલા પોલીસ સ્ટેશન જવાની ઈચ્છા થાય છે. શા માટે ન જવું જોઈએ કાયદો લાગુ કરવા વાળી સંસ્થાઓ આપણી મદદ માટે જ હોય છે. પરંતુ તમે શું કરશો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસ તમારી સાથે જ (Corrupt police) ગેરવર્તણૂક કરે અને તમને જ વિચિત્ર પ્રકારના સવાલો પૂછવાના શરૂ કરી દે. એવું જ કંઈક થયું છે એક મહિલા સાથે, જે પોતાનો ફોન ચોરી થયાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ પોલીસની પ્રતિક્રિયાએ તેને ચોંકાવી દીધી હતી. આરોપ છે કે હરિયાણા પોલીસે ફોનની લોકેશન ટ્રેસ કરવામાં કોઈ રસ દાખવ્યો ન હતો અને ઊલટું મહિલાને જ એક પછી એક વિચિત્ર સવાલ કરવા લાગી હતી.

સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હિમાંશી ગાબા નામની એક મહિલાએ સોશિયલ મીડિયામાં પોતાના પર વીતેલી ઘટનાને શેર કરી છે, જે હવે વાયરલ થઈ છે. આ પોસ્ટ અનુસાર થોડા દિવસ પહેલા હિમાંશીની બહેનનો ફોન જોડી થઈ ગયો હતો. પરંતુ જ્યારે તે તેની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે તપાસ કરવાની બદલે તેને જ ઉલટા સીધા સવાલ કરવાના શરૂ કરી દીધા હતા.

મહિલાએ આગળ લખ્યું કે ફરિયાદ સાંભળતા જ પોલીસે કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાનો ફોન કેવી રીતે ગુમાવી શકે? તમે હવે અમારી પાસે શા માટે આવ્યા છો? તમારો ફોન ખોવાઈ ગયો છે એમાં અમે શું કરીએ. તમારે ધ્યાન રાખવાનું હોય એ બધી બાબતોનું. મહિલાએ જણાવ્યું કે ફોન ટ્રેકરથી જાણવા મળ્યું છે કે મોબાઈલનું લોકેશન આસપાસમાં જ છે. તો તેનો જવાબ આપતા પોલીસ અધિકારીએ સમજ્યા વિચાર્યા વગર કહી દીધું કે તો પછી જા જઈને જાતે જ શોધી લે તારો ફોન.

ઘટનાના એક આશ્ચર્યજનક મોડ પર ચોર જ પોલીસવાળાથી વધારે મદદરૂપ નીકળ્યો. મહિલાએ જણાવ્યું કે ચોરે જાતે જ કેટલાક પૈસા માગી અને બદલામાં ફોન પાછો આપવાની ડિમાન્ડ કરી હતી અને તેઓને સહેલાઈથી ફોન પાછો મળી ગયો હતો. હિમાંશુએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે પ્રિય હરિયાણા પોલીસ.. તમારી કરતા તો ચોર વધારે કોપરેટીવ છે.

હિમાંશી ગાબાની પોસ્ટ

હિમાંશીની આ પોસ્ટ જોત જોતામાં જ વાયરલ થઈ ગઈ હતી અને ઘણા લોકોએ આવા કડવા અનુભવો પણ શેર કર્યા. એક વ્યક્તિએ કહ્યું કે જો તમે વીઆઈપી નથી તો પોલીસને તમારી ફરિયાદથી કંઈ મતલબ નથી. બીજા એક વ્યક્તિએ કહ્યું કે પોલીસ લોકોને જાણી જોઈને મુશ્કેલી ભર્યા સવાલો કરે છે જેથી તમે જાતે જ પોલીસ સ્ટેશનમાંથી ભાગી જાવ. અન્ય એક યુઝરે ભડકતા કમેન્ટમાં લખ્યું કે બધું કામ જો પબ્લિક જ કરવાનું હોય તો પછી તમારૂ શું કામ, તમે કઈ વાતનો પગાર લો છો સરકાર પાસેથી.