હરિયાણા(Haryana)ના યમુનાનગર(Yamunanagar)માં એક કળયુગી મામાએ ક્રૂરતાની તમામ હદો વટાવતા મામા કંસને પણ પાછળ છોડી દીધા હતા. આ કળિયુગી મામા પર તેની 2 ભત્રીજીઓ અને 2 ભત્રીજાઓને ડરાવી ધમકાવીને યૌન શોષણ કરવાનો આરોપ છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે 16 વર્ષની છોકરીએ ગમે તે રીતે હિંમત કરી પોતાની અને તેના નાના ભાઈ-બહેનો સાથે થઈ રહેલા આ દુઃખ વિશે શાળામાં જણાવ્યું.
કિશોરીએ જણાવ્યું કે તેના મામા તેની તમામ નાની બહેનો અને ભાઈઓ સાથે ખોટું કામ કરે છે. બાળકીની વાત સાંભળ્યા બાદ શાળા પ્રશાસને તરત જ ચાઈલ્ડ વેલ્ફેર સોસાયટીને મામલાની જાણ કરી. આ પછી ચાઈલ્ડલાઈનના અધિકારીઓએ ચારેય બાળકોને ઘરેથી બચાવ્યા અને કાઉન્સેલિંગ કર્યું અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ બાદ બાળકોને બાલકુંજમાં મોકલવામાં આવ્યા. પોલીસે આ કેસમાં આરોપી મામાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, આ પરિવાર મૂળ યુપીનો છે અને હાલ યમુનાનગર શહેરની એક કોલોનીમાં રહે છે. બાળકોના પિતા મજૂરી કામ કરતા હતા અને માતા બીજાના ઘરોમાં ઘરકામ કરે છે. આ બાળકોના મામા પણ તેમની સાથે રહેતા હતા. આરોપ છે કે મામાએ પહેલા તેની મોટી ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. આ પછી, તેણે અન્ય બાળકો પર મારપીટ કરી અને તેમનું યૌન શોષણ કર્યું. ત્યારબાદ તેણે કથિત રીતે બંને ભત્રીજાઓને પણ હવસનો શિકાર બનાવી હતી.
રોજબરોજની આ ક્રૂરતાથી કંટાળીને પીડિતાએ એક દિવસ તેની શાળામાં શિક્ષકને આ અત્યાચાર વિશે જણાવ્યું. તેણે જણાવ્યું કે તેની સગા મામા તેનું અને તેની બહેન અને બંને ભાઈઓનું યૌન શોષણ કરે છે. ત્યાં વિરોધ કરવા પર તે તેમને લાકડીઓથી મારે છે. આ કારણથી તેણે તેના માતા-પિતાને પણ કંઈ જણાવ્યું ન હતું. બાળકીની વાત સાંભળીને શાળાના વિદ્યાર્થીઓએ તરત જ ચાઈલ્ડ હેલ્પલાઈનને જાણ કરી, જેના પછી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો.
ચાઈલ્ડ લાઈનના ડાયરેક્ટર અંજુ વાજપાઈએ બાળકો સાથેના જાતીય શોષણના વધતા જતા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં પરિવારના સભ્યો જ બાળકો સાથે આવી ઘટનાઓને અંજામ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.