હાથરસ કાંડમાં રોજ નવા નવા ખુલાસા થાય છે. પીડિતા સાથે બળાત્કાર, ભયંકર મારપીટ તેમજ જીભ કાપી લેવાની બાબતોને લઈને ચારેબાજુ બહુ ચર્ચાઓ થઇ રહી છે. હાથરસ કાંડ કેસની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ તેમજ SBI દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પીડિતાનાં ભાઈનાં તેમજ આરોપી દરમિયાન થયેલી ઘણી વારની ટેલિફોનિક વાતચીતથી સંપૂર્ણ કેસને ઉંધા માથે પલટી નાખવામાં આવ્યો છે.
હાથરસ કાંડ કેસનાં મુખ્ય આરોપી સંદીપ તેમજ યુવતીનાં ભાઈ દરમિયાન ફોન કોલ્સ બાબતે મોટો ઘટસ્ફોટ થયો છે. બંને દરમિયાન 13 ઓક્ટોબર 2019 થી માર્ચ 2020 સુધી એટલે કે અંદાજે 5 જ માસમાં 104 વાર વાતચીત કરવામાં આવી હતી. વાતચીતનો આ સંપૂર્ણ સમયગાળો આશરે 5 કલાક થઈ જાય છે. જ્યારે બંનેનાં ઘર માત્ર 200 મીટરનાં અંતરે જ છે.
કોલ હિસ્ટ્રી અનુસાર 62 કોલ સંદીપ દ્વારા તો સામે 42 કોલ પીડિતનાં ભાઈ દ્વારા એકબીજાને કરવામાં આવ્યા હતાં. CDR સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયું છે. જોકે આ હિસ્ટ્રીની કોઈપણ અધિકારી તેમજ તપાસ એજન્સી દ્વારા સાબિત થઇ નથી.
તપાસ ટીમનાં સૂત્રોએ એવો ચોકાવનારો દાવો કરતાં કહ્યું છે કે, પીડિતનાં ભાઈનો ફોન તેની પત્ની વાપરતી હતી. આ ફોન દ્વારા પીડિત તેમજ સંદીપ વચ્ચે વાતચીતનો દાવો કરવામાં આવ્યો છે. CDRમાં બંને દરમિયાન વાતચીતમાં આશરે 60 કોલ રાત્રીનાં સમયે કરવામાં આવ્યા છે જે શંકાસ્પદ છે. આ કોલની માહિતી પ્રેમ સંબંધ બાજુ ઈશારો કરે છે તેવી પણ ચર્ચા થઇ રહી છે.
ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા આ કેસની તપાસ SITને સોપવામાં આવી છે. અને કેસની CBI તપાસની ભલામણ પણ કરવામાં આવી છે. પીડિતાનો મૃતદેહ અડધી રાતે સળગાવવાને લઈને હાથરસનાં SP સાથે 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે, હાથરસ કાંડમાં 14 સપ્ટેમ્બરનાં રોજ 4 લોકો દ્વારા 19 વર્ષીય દલિત યુવતી ઉપર કથિત ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા યુવતીનાં કરોડરજ્જુનું હાડકું તોડી નાખવામાં આવ્યું હતું તેમજ તેની જીભ પણ કાપી નાખવામાં આવી હતી. દિલ્હી રાજ્યમાં સારવારમાં 29 સપ્ટેમ્બરના રોજ પીડિતાનું મૃત્યુ થયું હતું. આ બાબતમાં ચારેય આરોપીને પકડવામાં આવ્યા છે. પરંતુ પોલીસનો દાવો એવો છે કે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle