Government scheme: જાપાનથી લઈને ચીન સુધી જન્મદર ઝડપથી ઘટી રહ્યો છે. વૃદ્ધોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, જેનાથી કાર્યક્ષમ યુવાનોની અછત થઈ ગઈ છે. આ દેશના યુવાનોને (Government scheme) બાળકો પેદા કર્યા બાદ સરકાર જાત ભાતની સુવિધા આપી રહી છે. પૈસા પણ આપવામાં આવી રહ્યા છે.
યુવતીઓને શહેરમાંથી ગામમાં મોકલવામાં આવી રહી છે. પરંતુ રશિયાના એક પ્રાંતમાં પોતાના નાગરિકોને એક અનોખી ઓફર આપી છે. પશ્ચિમી રશિયાના નીજની નોવગોરોડમાં યુવાનોને ચાર ચાર બાળકો પેદા કરવાની અપીલ કરવામાં આવી છે. અહીંયાની સરકારે એવી પણ જાહેરાત કરી છે કે અમે દરેક બાળક પાછળ 10 લાખ રૂબલ એટલે 8 લાખ રૂપિયા આપીશું.
રશિયાના નીજની નોવગોરોડના સરકારી અધિકારી ગ્લેબ નિકિતન દ્વારા આ ઓફર લોન્ચ કરવામાં આવી છે. જેને યુદ્ધ અધ્યયન સંસ્થાના રિપોર્ટમાં પબ્લિશ કરવામાં આવી છે. રશિયામાં પણ જન્મદર ખૂબ ઓછો છે. અહીંયાનો જન્મ દર પ્રતિ મહિલા 1.5 બાળકોનો છે. સરકારનું માનવું છે કે આ ખૂબ ઓછો છે. જો હાલની વસ્તીને જાળવી રાખવી હોય તો પ્રતિ મહિલા જન્મદર 2.1 બાળકોનો હોવો જોઈએ. સરકાર તેને જાળવવા માટે પહેલા જ તમામ પ્રકારના પ્રોત્સાહન આપી ચૂકી છે.
શા માટે આવી આ મુશ્કેલી?
રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાં લગભગ છેલ્લા બે વર્ષથી ફસાયેલું છે. આ યુદ્ધમાં તમામ યુવા સૈનિકો શહીદ થઈ ગયા છે. તેના લીધે રશિયાની વસ્તીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર રશિયાની વસ્તી સપ્ટેમ્બર 2024 માં છેલ્લા 25 વર્ષોમાં સૌથી નીચેના સ્તરે પહોંચી ગઈ છે. આ જોઈ તેની સરકાર ટેન્શનમાં આવી ગઈ છે. રશીયા એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કે તેમને સૈન્ય બળની સખત જરૂર છે. કરેલીનના પ્રવક્તા દીમિત્રી સ્પેસકો એ વસ્તીના ઘટાડાને ખૂબ મોટી સમસ્યા ગણાવી છે. એટલા માટે સરકારે આવી ઓફર કરવી પડી રહી છે.
શું છે ઓફર?
રિપોર્ટ અનુસાર પહેલા અને બીજા બાળક માટે પૈસા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. જ્યારે ત્રીજા અને ચોથા બાળક માટે પૈસા રાજ્ય સરકાર આપશે. સૌથી મોટી વાત એ છે કે આના માટે કોઈ શરત રાખવામાં આવેલ નથી. આ ઓફર ફક્ત 18 થી 23 વર્ષની યુવતીઓ માટે લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત રશિયાની રાજધાની મોસ્કોમાં પ્રોગ્રામ પણ કરવામાં આવ્યા હતા. લોકોને આ ઓફર વિશે માહિતગાર કરાયા હતા. રશિયાના આરોગ્ય મંત્રી પણ લોકોને વધુમાં વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી ચૂક્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App