શું ડાયનોસોર પૃથ્વી પર પાછા આવી ગયા છે? ખુલ્લા મેદાનમાં ફરતા જોવા મળ્યા બચ્ચા: જાણો હકીકત

Dinosaurs News: કરોડો વર્ષો પહેલા ધરતી પરથી વિલુપ્ત થઈ ચૂકેલા ડાયનોસોરને લઈને માણસોમાં કાયમ જાણવાની ઉત્સુકતા રહી છે. તેના વિશે કંઈક નવું જાણવું માણસો (Dinosaurs News) માટે રોમાંચકારી રહ્યું છે. ડાયનોસોરના અસ્તિત્વને લઈને ઘણા મોટા દાવા પણ કરવામાં આવ્યા છે. હાલમાં જ ડાયનોસોરના અસ્તિત્વ સાથે જોડાયેલો એક વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક ખુલ્લા મેદાનમાં ડાયનોસોર જેવા દેખાતા કેટલાક જીવો ફરી રહ્યા છે. આ જીવને જોઈ એવું લાગી રહ્યું છે કે તેઓ ડાયનોસોરના બચ્ચા છે.

વિડીયો પર આવી પ્રતિક્રિયાઓ આવી
આ વીડિયોને instagram પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. વિડીયો પર લોકોએ કમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું છે કે લો ભાઈ આ પણ પાછા આવી બીજા એક વ્યક્તિએ લખ્યું કે આ એડિટ કરેલો વિડિયો છે, જે ડાયનોસોરની જેમ દેખાઈ રહ્યા છે તે હકીકતમાં રકુન છે. બસ ફક્ત વિડિયો ઊલટો કરી દેવામાં આવ્યો છે.

ક્યાં ગયા ડાયનોસોર?
ડાયનોસોર પૃથ્વી પર રહેતા સૌથી મોટા જાનાવરો હતા. એવું માનવામાં આવે છે કે કરોડો વર્ષ પહેલા ડાયનોસોર ધરતી પર હયાત હતા. જે લગભગ 16 કરોડ વર્ષ સુધી જીવતા રહ્યા. કાયમ ડાયનોસોરના અવશેષ પૃથ્વીના અલગ અલગ ભાગમાંથી મળી આવે છે. ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ડાયનોસોર ઘણા પ્રકારના હતા. કેટલા શાકાહારી તો કેટલાક માસાહારી.

કેટલાક બે પગ વાળા તો કેટલાક ચાર પગ વાળા. એવું પણ કહેવામાં આવે છે કે ડાયનોસોરના વિલુપ્ત થયા બાદ જ ધરતી પર પક્ષીઓનું જીવન આવ્યું. ડાયનોસોરના વિલુપ્ત થવાના ઘણા બધા કારણો છે. પહેલું એ છે કે એક વિશાળ લઘુગ્રહ ધરતી સાથે ટકરાયો હતો જેનાથી જળવાયું પરિવર્તન થયું અને ડાયનોસોર ખતમ થઈ ગયા. અન્ય એક કારણ પણ જણાવવામાં આવે છે કે જંગલોમાં મોટી માત્રામાં ભિષણ આગ લાગવાને કારણે ડાયનોસોર મૃત્યુ પામ્યા હતા.