અહીં ક્લિક કરી જુઓ માઉન્ટ એવરેસ્ટનો 360 ડીગ્રી વ્યુ- સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા(Anand Mahindra) હંમેશા સોશિયલ મીડિયા(Social media) પર છવાયેલા રહે છે. કારણ કે તે દરરોજ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક એવા…

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા(Anand Mahindra) હંમેશા સોશિયલ મીડિયા(Social media) પર છવાયેલા રહે છે. કારણ કે તે દરરોજ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક એવા વીડિયો અથવા પોસ્ટ શેર કરે છે. જેને જોયા પછી લોકો લાઈક કે રિટ્વીટ કરવાનું ભૂલતા નથી. તે હંમેશા તેના ચાહકો સાથે પ્રેરણાત્મક અને આશ્ચર્યજનક પોસ્ટ શેર કરે છે. આનંદ મહિન્દ્રાએ આવો જ એક અન્ય વીડિયો શેર કર્યો છે.

કેવો છે માઉન્ટ એવરેસ્ટનો નજારો?
તે માત્ર તેના બિઝનેસ માઇન્ડ માટે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર દરરોજ એક્ટિવ રહેવા માટે પણ જાણીતા બન્યા છે. જોકે, આનંદ મહિન્દ્રા પોતાની પોસ્ટથી લોકોને સબક પણ આપે છે. તેણે એક વીડિયો ટ્વીટ કર્યો, જેમાં ટોચ પરથી વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટનો અદભૂત નજારો દેખાઈ રહ્યો છે. હકીકતમાં, આ વીડિયો બેન એમ જોન્સ નામના વ્યક્તિએ તેની માઉન્ટ એવરેસ્ટ અભિયાન દરમિયાન રેકોર્ડ કર્યો હતો. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી વિડિયો પોસ્ટ કરતાં બેને લખ્યું હતું કે, ‘એવરેસ્ટ પર કોઈ ભીડ નથી.

આનંદ મહિન્દ્રાએ વીડિયો પોસ્ટ કરતાં આ લખ્યું છે: 
વીડિયો પોસ્ટ કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, ‘માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી 360 ડિગ્રી વ્યૂ. કેટલીકવાર, જ્યારે તમારે કઠિન નિર્ણયો લેવા પડે છે, ત્યારે તે કલ્પના કરવામાં મદદ કરે છે કે તમે વિશ્વના અવિરત દૃશ્ય સાથે એવરેસ્ટની ટોચ પર છો. ‘બિગ પિક્ચર’ જોવાનું થોડું સરળ બની જાય છે. આ 41-સેકન્ડનો વીડિયો બરફથી ઢંકાયેલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી 360-ડિગ્રીનો સુંદર દૃશ્ય દર્શાવે છે. તમે વાદળો, પર્વતો, સુંદર આકાશ અને આરોહીનો ચહેરો જોઈ શકો છો. જયારે આ ક્લિપને અત્યાર સુધીમાં 447k વ્યુઝ અને 27k લાઈક્સ મળેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *