શિક્ષણમંત્રીના ભાવનગરમાં શાળાની હાલત એવી કે, માતા-પિતાને ચિંતા કોરી ખાય છે- દ્રશ્યો જોઇને કંપારી છૂટી જશે

ગુજરાત(Gujarat): ‘ઘરેથી જ્યારે બાળકો શાળાએ જવા માટે નીકળે છે ત્યારે માતા-પિતાના મનમાં બસ એક જ ચિંતા હોય છે કે અમારું બાળક સલામત તો હશે ને! એને કઈ થશે તો નહિ ને! કંઈક દુર્ઘટના તો નહીં ઘટી હોય ને!’ આ શબ્દો બીજા કોઈના નથી પણ મહુવા(Mahuva)ના ખરેડ(Khared) ગામના ભટુરભાઈ શિયાળના છે. ખરેડ ગામમાં શાળા તો છે, પણ નામ પૂરતી જ! 400 વિદ્યાર્થી વચ્ચે માત્ર બે જ ઓરડા છે, એ પણ ખુબ જ જર્જરિત. 8 હજારની વસ્તી ધરાવતા દરિયા કિનારાના ગામમાં ફક્ત એક જ શાળા છે અને એની હાલત પણ અત્યંત ખરાબ છે. ત્યારે વાલીઓ કરે તો પણ  કરે શું? બાળકોના ભવિષ્યની ચિંતાને લઈને વાલીઓને મજબૂરીને કારણે શાળાએ મોકલવા પડે છે.

આપણે સૌ જાણીએ છીએ કે, છેલ્લા કેટલાય સમયથી શિક્ષણ મુદ્દે રાજકારણમાં હલચલ તેજ દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની શાળાઓની મુલાકાત લીધી હતી, ત્યારે ગુજરાતના ભાજપના નેતાઓએ દિલ્હીની શાળાઓની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં શિક્ષણ મુદ્દે રાજકારણની વચ્ચે આજે એક એવી શાળાની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જ્યાં 400 વિદ્યાર્થી વચ્ચે માત્રને માત્ર બે જ ઓરડા છે અને એ પણ અત્યંત્ર જર્જરિત હાલતમાં. આ શાળા છે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના ભાવનગરના ખરોડ ગામની, જ્યાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને જ ભણવા માટે મજબૂર બન્યા છે.

અમે તમને જણાવી દઈએ કે, ભાવનગરના મહુવાના દરિયા કિનારા નજીક આવેલા ખરેડ ગામની 8 હજારની વસ્તી વચ્ચે ફક્ત ને ફક્ત એક જ શાળા છે, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓનું ભણતર ચાલી રહ્યું છે. ભણતર પણ કેવા પ્રકારનું ખબર છે તમને? વિદ્યાર્થીઓને ભણવું છે, પણ બેસવું તો બેસવું ક્યાં? 400 વિદ્યાર્થી વચ્ચે ફક્ત બે જ ઓરડા છે. આ બંને ઓરડાની હાલત અત્યંત ખરાબ છે. શાળાના ઓરડામાં છતની સ્લેબમાંથી પોપડાં અને ગાબડા પડી રહ્યા છે, પરંતુ બાળકોના ભવિષ્યની ચિંતાને લઇને વાલીઓને મજબૂરીમાં બાળકોને શાળાએ મોકલવાં પડી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, વર્ષો પહેલાં સાગરખેડુઓનાં બાળકો માટે સરકાર દ્વારા શાળા બનાવવામાં આવી હતી, પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ સાથે એની હાલત પણ અત્યંત ખરાબ થઇ ગઇ છે. શાળાના બે ઓરડાની છતમાંથી પોપડાં અને ગાબડા પડી રહ્યાં છે, ભોંય તળીએ નાખેલી લાદીઓ ઊખડી ગઈ છે અને ધૂળમાં મળી ગઇ છે. ત્યારે વિદ્યાર્થીઓ ઝાડના છાંયડે અને જર્જરિત દીવાલોના છાંયડે બેસીને ભણવા માટે મજબૂર થયા છે. શાળાની હાલત વિશે ગ્રામજનો અને શાળાના સ્ટાફે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ કોઇ પરિણામ મળ્યું નથી.

શાળામાં ભણતા એક વિદ્યાર્થીના પિતા ભટુરભાઈ શિયાળે જણાવતા કહ્યું હતું કે, જ્યારે બાળકો નિશાળે આવે છે ત્યારે અમને ચિંતા કોરી ખાય છે. અમને સતત એવું લાગ્યા કરે છે કે એને કઈ થશે તો નહિ ને! કંઈક દુર્ઘટના તો નહીં ઘટી હોય ને!’ અમારું બાળક શાળે સહી- સલામત તો હશે ને! અમારી સરકાર દ્વારા નમ્ર વિનંતી છે કે જલદી અમારા ગામમાં નવી શાળા બનાવી આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *