જેપી નડ્ડા, અમિત શાહ, યોગી આદિત્યનાથ, ઉમા ભારતી સહિત ભાજપના ઘણા નેતાઓ સાથેના એક વ્યક્તિનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને દાવો કરવામાં આવે છે કે આ વ્યક્તિ વિકાસ દુબે છે, જેણે કાનપુરમાં આઠ પોલીસ જવાનોને મારી નાખ્યા હતા
Vikas Dubey with Nadda. pic.twitter.com/PeVKzvnP5o
— Er. Mahendra Kumar Kain (@ERKAIN) July 5, 2020
હત્યારો વિકાસ દુબેના ફોટા સાથે ભાજપના નેતાઓ સાથે ઉભેલી વ્યક્તિના ફોટા સાથે સરખાવતા ખ્યાલ આવે છે કે બંને જુદા જુદા મનુષ્ય છે.
ફેસબુક વિગત અનુસાર, નેતાઓ સાથે ફોટામાં ઉભેલા વ્યક્તિ કાનપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. 4 જુલાઈએ યોગી આદિત્યનાથ સાથે આ વ્યક્તિનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે CM યોગી એક ખૂની સાથે ઉભા છે.
જે વ્યક્તિનો ભાજપના નેતાઓ સાથેનો ફોટો છે તે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમને તેના દ્વારા બહાર પાડવામાં આવેલ એક વિડિઓ પણ મળી. જેમાં તેણે પોતાના નામ વિકાસ દુબેનો ઉલ્લેખ કર્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મારું નામ જબરદસ્તીથી ખૂની વિકાસ દુબે સાથે જોડવામાં આવી રહ્યું છે.
આ કેસની તપાસ ત્રિશુલ ન્યુઝ ની ફેક્ટ ચેક ટીમે તપાસ કરતા બહાર આવ્યું કે ભાજપના નેતાઓ સાથે ઉભા રહેલા વ્યક્તિનું નામ વિકાસ દુબે છે, એ બરાબર છે. પરંતુ, આ વિકાસ દુબે એ નથી જેને લોકો સમજી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news