પોતાના ઘરમાં ટુવાલ પહેરી ફરી રહેલાં યુવકને લોકોએ ભેગા થઈ માર માર્યો, જુઓ વિડીયો

Fight Viral Video: સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને પોતાના જ ફ્લેટમાં ટુવાલ પહેરીને ફરવું ભારે પડી ગયું છે. જી હા લોકોએ તે વ્યક્તિને એટલી ખરાબ રીતે માર્યો કે તેની બુમો પડી ગઈ અને આખા શરીર પર લોહી જામી ગયું. વિડિયો ઈન્ટરનેટ (Fight Viral Video) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી છે. આ મામલો મુંબઈનો છે જ્યાં ફ્લેટની અંદર ટુવાલમાં ફરી રહેલા વ્યક્તિને લોકોએ બહાર કાઢી માર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણકારી આપવામાં આવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિને લોકોએ દંડા વડે માર્યો હતો.

પોતાના ફ્લેટમાં ટુવાલ પહેરી ફરી રહેલા વ્યક્તિ સાથે માર-પિટ
ઘટનાનો વિડીયો શનિવારે ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો જેમાં મુસ્તકીમ નામના વ્યક્તિને લાકડી વડે ફટકારવામાં આવી રહ્યો છે અને તે વ્યક્તિ દયાની ભીખ માંગી રહ્યો છું. તે મદદ માટે જોરજોરથી બૂમો પાડી રહ્યો છે પરંતુ કોઈ તેને મદદ માટે આવતું નથી.

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ પોતાના ફ્લેટમાં ટુવાલ પહેરીને ફરી રહ્યો હતો તેવામાં આજુબાજુ રહેતી મહિલાએ તેની ફરિયાદ પોતાના પતિઓને કરી હતી, આ ઘટના ક્યારની છે તે તો સામે નથી આવી રહ્યું પરંતુ દાવો કરવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.

હવે લોકોને ટેન્ટની જરૂર છે
વિડીયો શેર કર્યા બાદ અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકોએ આ વિડીયો પર પોતાની તીખી પ્રતિક્રિયાઓ આપી છે. એક વ્યક્તિ લખે છે કે હવે પુરુષોને ટેન્ટમાં રહેવું પડશે, આ દેશમાં પોતાના જ ફ્લેટમાં ટુવાલ પહેરી ફરવું ગુનો થઈ ચૂક્યો છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે આ મારનાર લોકોને આવી રીતે જ લાઠી દંડાથી મારવા જોઈએ. અને બીજો એક વ્યક્તિ લખે છે કે શું થઈ ગયું છે આ દેશને.