Pramukh Swami Shatabdi Mahotsav, Day 9: આજે ‘અધ્યાત્મ અને આરોગ્ય દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના આરોગ્ય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને સમાજના સ્વાસ્થ્ય રક્ષણ માટે અભૂતપૂર્વ કાર્યો કરવા બદલ શ્રદ્ધાંજલિ આપી હતી.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા દ્વારા સંચાલિત આરોગ્ય સેવાઓનો એક બૃહદ અધ્યાય છે. પ્રમુખસ્વામી મહારાજે ૭ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોની સ્થાપના કરી હતી. ઉપરાંત 11 નિ:શુલ્ક મોબાઈલ દવાખાનાઓ દ્વારા એક કરોડ જેટલાં રોગીઓની સારવાર કરવામાં આવી છે. અનેક રક્તદાન યજ્ઞો, નિ:શુલ્ક રોગનિદાન કેન્દ્રો અને વિભિન્ન સ્વાસ્થ્ય સેવાઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજના સ્વાસ્થ્યની રક્ષા કરી છે. 59 લાખ સીસી રક્તદાન પણ સંસ્થાની અનોખી સિદ્ધિ છે.
આરોગ્યસેવાના કાર્યને BAPS દ્વારા કોરોના સમયમાં અભૂતપૂર્વ રીતે હાથ ધરવામાં આવ્યું…
જીવના જોખમે કોરોનાના દર્દીઓની સેવા કરતાં કોરોના વોરિયર્સ માટે ૧,૮૦,૦૦૦ થી વધારે પી. પી. ઇ કીટનું વિતરણ
બે લાખથી વધુ ગ્રામીણ-પછાત દર્દીઓની મોબાઈલ દવાખાના દ્વારા સારવાર કરવામાં આવી
250 થી વધુ હોસ્પિટલોને દેશ-વિદેશમાં વિવિધ સ્તરે સહયોગ આપવામાં આવ્યો
1000 થી વધુ હોસ્પિટલ બેડ્સનું દાન કરવામાં આવ્યું
5000 લિટરથી વધુ સેનીટાઈઝરનું દાન કરવામાં આવ્યું
તનની સાથે મન અને આત્માની તંદુરસ્તી માટે 30 લાખથી વધુ લોકોએ ઓનલાઈન સત્સંગનો લાભ મળ્યો.
2,56,000 થી વધુ લોકોને ફોન કોલ્સ દ્વારા હૂંફ અને માર્ગદર્શન અપાયા
11000 થી વધુ સ્વયંસેવકોએ વિવિધ સ્તરે સેવાઓ આપી.
132 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની સાથે ક્રાયોજેનિક્ ટેન્કસ
78 લાખ લિટર કરતાં વધુ ઑક્સીજનયુક્ત સિલિન્ડર્સનું વિતરણ
1300 કરતાં વધુ ઑક્સીજન કોન્સનટ્રેટર્સનું અનેક સ્થળોએ વિતરણ
સંધ્યા સમયે ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘દરદ મિટાયા મેરા દિલ કા’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાંના એક છે પદ્મ શ્રી ડૉ અશ્વિન મહેતા (ડિરેક્ટર, જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર), પદ્મ શ્રી ડૉ તેજસ પટેલ, (ચેરમેન – એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ), ડૉ એમ શ્રીનિવાસ (ડિરેક્ટર, ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ), ડૉ રાજીવ મોદી (ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર – કેડિલા ફાર્માસ્યુટિકલ્સ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.