ભારતમાં ક્યારે આવશે કોરોનાની રસી અને સૌથી પહેલા કોને આપવામાં આવશે? – આખરે આરોગ્યમંત્રીએ તોડ્યું મૌન

કોવિડ-19ના સંચાલનમાં રોકાયેલા આરોગ્ય કર્મચારીઓને રસી પ્રથમ આપવામાં આવશે.તેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તબીબો, નર્સો, પેરામેડિક્સ સ્ટાફ, સફાઈ કર્મચારી અને અન્ય લોકોનો પણ શામેલ કરવામાં આવશે.

દેશમાં કોરોના સંકટ વચ્ચે આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનનું અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન બહાર આવ્યું છે.જેમાં ડો.હર્ષવર્ધનએ કહ્યું કે “સરકારનું લક્ષ્ય જુલાઈ 2021 સુધીમાં દેશના 25 કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું છે.”

તેમણે પોતાના સાપ્તાહિક કાર્યક્રમમાં ‘સન્ડે સંવાદ’ દરમિયાન આ વાત કરી હતી. આરોગ્યમંત્રીએ કહ્યું કે “સરકાર રસીના 40 થી 50 કરોડ ડોઝ લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેના માટે અત્યારથી જ  યોજનાઓ બનાવવામાં આવી રહી છે.”

કોને પ્રથમ તક મળશે?
ડો.હર્ષ વર્ધનને જણાવ્યું કે રસી તૈયાર થયા બાદ રસીકરણ માટેની યોજના બનાવવામાં આવશે. આ માટે આરોગ્ય મંત્રાલય એક ફોર્મ તૈયાર કરી રહ્યું છે. આમાં,સૌ પ્રથમ બધા રાજ્યો જરૂરિયાતન લોકોની માહિતીની વિગતો આપશે. હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે આ રસી આરોગ્ય કર્મચારીઓને કોવિડ-19 ના સંચાલનમાં રોકાયેલા સૌને મળશે.તથા આરોગ્ય વિભાગમાં જોડાયેલા તમામને આ રસી સૌ પ્રથમ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેનું ઓક્ટોબર સુધીમાં આયોજન કરવામાં આવશે.તથા રસીના સંગ્રહ માટે કોલ્ડ ચેન ઉપરાંત રસી સંગ્રહ અને વિતરણ સંબંધિત ડેટા પણ માંગવામાં આવ્યા છે.

ડબલ ડોઝ રસી પણ આપવામાં આવશે:
સંવાદમાં સ્વાસ્થ્ય મંત્રી કહ્યું કે,સરકાર કોવિડ -19 ના રોગપ્રતિકારક શક્તિના માહિતીની સતત દેખરેખ પણ રાખી રહી છે. હર્ષવર્ધને કહ્યું કે રોગચાળો દૂર કરવા માટે સિંગલ ડોજ રસી લેવી સારી રહેશે. જો કે, સિંગલ ડોજ દ્વારા જરૂરી રોગપ્રતિકારક શક્તિના સ્તર ઉપલબ્ધ નથી. સમાન રોગપ્રતિકારક શક્તિનો સ્તરએ રસીના બે ડોઝ દ્વારા પણ પ્રાપ્ત થતા હોય છે.

આપને જાણીએ કે દરરોજ અહીં આશરે 80,000 કેસ કોરોના ના આવી રહ્યા છે. સંક્રમિત લોકોની સંખ્યા 64 લાખને વટી ગઈ છે અને 1 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં ચુક્યા છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 65 લાખ 49 હજાર 373 છે. તથા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 75 હજાર 829 નવા કેસ સામે આવ્યા છે.અને 24 કલાકમાં સજા થયેલા દર્દીઓની સંખ્યા 82 હજાર 260 છે. આ સમય દરમિયાન દેશમાં 940 કોરોના સંક્રમિત દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

દેશભરમાં કોરોના સંબંધિત આંકડા

કુલ સાજા દર્દીઓ :- 55 લાખ 09 હજાર 966, કુલ મૃત્યુ :- 1 લાખ 1 હજાર 782, એક્ટિવ કેસ :- 9 લાખ 37 હજાર 625, સાજા થવાનો દર – 84.12%, સંક્રમિત થવાનો દર :- 6.63%, કુલ નમૂના પરીક્ષણ :- 7 કરોડ 89 લાખ 92 હજાર 534

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *