Sugarcane Juice: ઉનાળાની ઋતુમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જો તમે પણ આ ઉનાળામાં તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા (Sugarcane Juice) માંગતા હોય એટલે કે બીમાર પડવા માંગતા નથી, તો તમે તમારા આહારમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આજે અમે તમને એક એવા ડ્રિંક વિશે જણાવી રહ્યા છીએ જે ઉનાળાની ઋતુમાં ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક પોષક તત્વો શેરડીમાં જોવા મળે છે. જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. પરંતુ કહેવાય છે કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. શેરડીના રસનું પણ એવું જ છે. શેરડીના રસનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તો ચાલો જાણીએ ક્યા લોકોએ શેરડીનો રસ ન પીવો જોઈએ.
1. સ્થૂળતા-
શેરડીમાં મોટી માત્રામાં કેલરી હોય છે જે તમારુ વજન વધારી શકે છે. જો તમે વજન ઘટાડવાની ડાયટ પર છો તો ભૂલથી પણ શેરડીનો રસનું સેવન ન કરવુ જોઈએ.
2. અનિંદ્રા-
શેરડીના રસમાં પોલિકોસેનોલ હોય છે. જો તમને અનિદ્રાની સમસ્યા હોય તો શેરડીના રસનું સેવન ન કરો. તે અનિંદ્રાનું કારણ બની શકે છે. જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તમારે શેરડીના રસનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ.
3. લોહીને પાતળું કરે છે
શેરડીના રસમાં હાજર પોલિકોસેનોલ તમારા લોહીને પાતળું કરી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે જો તમારું લોહી પાતળું છે તો તમારે આ રસનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ.
4. ડાયાબિટીસ-
ડાયાબિટીસના દર્દીઓને ઘણી વસ્તુઓ ખાસ કરીને મીઠી વસ્તુઓ ખાવાની મનાઈ છે. ડાયાબિટીસમાં શેરડીના રસનું સેવન ટાળવું જોઈએ.
5. દાંત માટે-
શેરડીના રસના વધુ પડતા સેવનથી દાંતમાં પોલાણ થઈ શકે છે. કારણ કે શેરડીમાં મીઠાશ હોય છે જે કેવિટીની સમસ્યાનું કારણ બની શકે છે.
6. શરદી અને ઉધરસ-
શેરડીમાં ઠંડકની અસર હોય છે. તેથી, તેનું વધુ સેવન કરવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App