હવામાન વિભાગની મોટી આગાહી- આગામી ત્રણ દિવસ ગુજરાતના આ શહેરોમાં પારો 42 ડીગ્રીને પાર રહેશે

ઉનાળા (Summer)ની શરૂઆતથી જ ગુજરાત (Gujarat)માં ભારે ગરમી અનુભવાય છે. ત્યારે હાલમાં જ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત ફરી એકવાર ગરમીના પારામાં વધારો થશે. ઘણા શહેરોમાં હવામાન વિભાગે હીટવેવ (Heatwave)ની આગાહી કરી છે. ત્યારે અમદાવાદ(Ahmedabad) સહિત અન્ય ઘણા શહેરોમાં કાળઝાળ ગરમી અનુભવાશે. 28, 29 અને 30 માર્ચ સુધી ગાંધીનગર(Gandhinagar), બનાસકાંઠા(Banaskantha), કચ્છ(Kutch) તથા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમજ અમદાવાદ, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ અને સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણમાં પણ યલો એલર્ટ જાહેર આપવામાં આવ્યુ છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ દરેક જિલ્લાઓમાં વધુમાં વધુ તાપમાન 42 ડિગ્રીને પાર જઇ શકે છે. તેમજ આ કાળઝાળ ગરમીના પ્રમાણમાં ગુરૂવારથી સામાન્ય ઘટાડો નોંધાશે તેવું કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે ગરમીમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ એટલે કે, 15 માર્ચ પહેલા જ 38થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલમાં ગુજરાતના મોટા શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન છે. તાપમાન વધતાની સાથે જ આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ શરુ થઇ ગઇ છે અને આગાહી કરવામાં આવી છે કે, રાજ્યના મોટા ભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *