હવામાન વિભાગની આગાહીએ દેશવાસીઓને ચિંતામાં મુક્યા: આગામી 3 દિવસ દક્ષિણ ભારતમાં બારેમેઘ ખાંગા, ગુજરાતભરમાં રેડ-યલો એલર્ટ જાહેર

Monsoon News: દેશભરમાં હાલ ચોમાસાનું વાતાવરણ ચાલી રહ્યું છે. રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ ચાલી રહ્યું છે. મંગળવારે પણ દિલ્હી-NCRમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ એ કહ્યું છે કે, દિલ્હીમાં આગામી છથી સાત દિવસ આકાશ વાદળછાયું રહી શકે છે અને વચ્ચે-વચ્ચે વરસાદ થવાની(Monsoon News) સંભાવના છે. બીજી બાજુ, દક્ષિણ દ્વીપકલ્પ ભારત અને ઉત્તર મહારાષ્ટ્રમાં 6 જુલાઈ સુધી અને ગુજરાતમાં 8 જુલાઈ સુધી વરસાદની તીવ્ર સ્પેલ ચાલુ રહેવાની શક્યતા યથાવત છે.

સેન્ટ્રલ વેધર ફોરકાસ્ટિંગ એજન્સીએ દેશના બીજા અન્ય રાજ્ય જેમ કે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં 8 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી જારી કરી છે. IMD એ નવીનતમ હવામાન બુલેટિનમાં જણાવ્યું છે કે, આવનાર ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા યથાવત છે.

બુધવાર માટે કેરળમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
હવામાન વિભાગે કેરળના 12 જિલ્લાઓ માટે ‘ઓરેન્જ’ એલર્ટ અને એક કોલ્લમ માટે ‘યલો’ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટક માટે, હવામાન કચેરીએ છ જિલ્લાઓ-બેલગામ, ઉત્તરા કન્નડ, બેલ્લારી, શિમોગા, ચિકમગલુર અને દક્ષિણ કન્નડ માટે ‘ઓરેન્જ’ ચેતવણી પણ જાહેર કરી છે. પશ્ચિમ વિસ્તારમાં હવામાન વિભાગે આવનાર પાંચ દિવસ દરમિયાન ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને 6 અને 7 જુલાઈએ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વધુ તોફાની વરસાદ પડશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે, તારીખ 5 અને 6 જુલાઈએ કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને તારીખ 7 જુલાઈએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાત માટે હવામાન વિભાગે ત્રણ જિલ્લાઓ અમરેલી, ગીર સોમનાથ અને વલસાડ માટે ‘રેડ એલર્ટ’ અને સુરત, નવસારી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર માટે 7 જુલાઈ માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.

ઉત્તર ભારતમાં પણ ભારે વરસાદ
ઉત્તરાખંડમાં આવનાર પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં 6 જુલાઈ સુધી અને પંજાબ અને હરિયાણામાં 8 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ રાજસ્થાનમાં 5 થી 8 જુલાઈ અને પશ્ચિમ રાજસ્થાનમાં 7 અને 8 જુલાઈના રોજ ભારે વરસાદની શક્યતા છે.

ઉત્તરપૂર્વીય ભારત માટે હવામાન અપડેટ
પૂર્વ અને અડીને આવેલા ઉત્તરપૂર્વ ભારતમાં, આવનાર પાંચ દિવસ દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં ‘એકદમ વ્યાપક’ થી ‘અલગ ભારે’ વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *