ગુજરાતમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી- આજે આ 17 જિલ્લામાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ(Rainy weather) જામશે. ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી(Rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ(Rainy weather) જામશે. ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી(Rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા 10 અને 11 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ(heavy rain) ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાત પર જોવા મળશે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજથી આગામી બે દિવસ એટલે કે, શુક્રવાર સુધી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં વધુ એક વખત વરસાદી માહોલ જામ્યો છે, કારણ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 5 ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે ભારે વરસાદ પડી શકે છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ જુલાઇ મહિના કરતાં ઓછું રહેશે, પરંતુ 10 તારીખ પહેલાં ગુજરાતની અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ ખાબકશે. રવિવાર તેમજ સોમવારે અમદાવાદમાં વરસાદ નહીં પડતાં ગરમી જોવા મળી હતી.

મંગળવારે એટલે આજે આ 17 વિસ્તારમાં વરસાદ ખાબકી શકે:
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યના નવસારી, વલસાડ, પંચમહાલ, વડોદરા, સુરત, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદ એમ કુલ 17 જીલ્લામાં વરસાદ ખાબકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *