Gujarat Rain Updates: ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઇ રહી છે અને જાણે તાપમાન ઊંચુ જઇ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. જેના કારણે અનેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે કે, અમારે ત્યાં ક્યારે વરસાદ પડશે. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ(Gujarat Rain Updates) અને તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે.
ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
રાજ્યમાં ઑગસ્ટના પહેલા સપ્તાહથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજ્યમાં આગામી 25 ઑગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 20-21 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઑગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગર અને અમરેલીના ધારી તાલુકામાં 3-3 મિમી વરસાદ ખાબક્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં વાતાવરણમાં ઉકળાટ પછી ગાજવીજ સાથે સારો એવો વરસાદ ખાબક્યો છે.
21 ઑગસ્ટની આગાહી
આ દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે અને વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
22 ઑગસ્ટની આગાહી
22 ઑગસ્ટે રાજ્યના તાપી, નવસારી, ડાંગ, વલસાડ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના ઘણાં સ્થળોએ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
23-25 ઑગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી ત્રણ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સારો રહેશે, ત્યારે 23થી 25 ઑગસ્ટ દરમિયાન રાજ્યના દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ ખાબકી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App