જગતના તાત માટે સારા સમાચાર: રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લાઓમાં થશે મેઘમહેર

Rain Alert In Gujarat: ગુજરાતમાં  મેઘરાજાની એન્ટ્રી થઇ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી કરી છે. વરસાદના વાદળો બંધાતા અને ધીમે ધારે વરસાદ પડતા રાજ્યના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કેરાજ્યના મોટાભાગના જીલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ(Rain Alert In Gujarat) વરસશે. તેમજ 17થી 28 જુન સુધી રાજયમાં વરસાદ રહેશે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. જેથી ખેતી કરતા ખેડૂતો માટે વાવણી કરવાનો આ યોગ્ય સમય છે. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ રહેશે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. આગાહી કરતા જણાવ્યું કે 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.

આ જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે 18 જુને દાહોદ છોટાઉદેપુર, સુરત, નવસારી, તાપી તેમજ ડાંગમાં વરસાદ વરસશે. તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવશે. દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ભારે પવન સાથે ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે. રાજ્યના કેટલાક જીલાઓમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ સાથે જ તેમણે બુધ અને શુક્ર ગ્રહ આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી પણ છે. આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે. આજે ભીમ અગિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરી શકશે.

બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું કે ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. તેથી આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

18 અને 19 જુને  આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 18 જુને વરસાદ વરસી શકે છે. ત્યારે 19 જુને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતાઓ રહેલી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે જેની રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જોવા મળશે.અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદ રહેશે.

હવામન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસું તેના નિયત સમય કરતા પહેલા 4 દિવસ પહેલા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે.