દુબઈમાં ફરી ભયંકર તોફાન સાથે ધોધમાર વરસાદ શરૂ: અનેક ફ્લાઇટ્સ રદ- જુઓ વિડીયો

UAE rains news: UAEમાં ફરી એકવાર ભારે વરસાદ અને તોફાનને કારણે અરાજકતા સર્જાઈ છે. UAEમાં ભારે વરસાદ અને તોફાનને કારણે ગુરુવારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ સાથે ડઝનબંધ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને ઈન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં (UAE rains news) આવી હતી. તેમજ હાલમાં દુબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ ત્રાટક્યું છે. દુબઈના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે જોરદાર તોફાન ચાલી રહ્યું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આગામી 48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
ગલ્ફ ન્યૂઝ અને ખલીજ ટાઈમ્સના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી UAE હવામાનના આ અસ્થિર મોજાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. દુબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તમામ વિસ્તારોમાં સલામતી અંગેની સલાહ આપવામાં આવી છે. શાળાઓ અંતર શિક્ષણ પર છે, જ્યારે કંપનીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કર્મચારીઓને ઘરેથી કામ કરવા દે. પાર્ક અને બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે એરપોર્ટ અને એરલાઇન્સ પણ આ અસર માટે તૈયાર છે. આજે તાત્કાલિક અસરથી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. રસ્તાઓ પરની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.

દુબઈમાં મધરાતથી ભારે વરસાદ ચાલુ છે
નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજી (એનસીએમ) દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ મુજબ યુએઈમાં મધરાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. દુબઈમાં આજે સવારે 2.35 કલાકે વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. હવે આગામી 48 કલાક માટે મોટું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં દેશમાં થયેલા અભૂતપૂર્વ વરસાદ કરતાં આગામી બે દિવસમાં વરસાદ ઓછો ગંભીર રહેશે. જાહેર જનતાને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. બાળકોનું શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું છે.

અગાઉ પણ આવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી
ગયા મહિને એપ્રિલમાં, દુબઈમાં ભરે તોફાન આવ્યા બાદ ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન, ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને અન્ય કામગીરી બંધ કરવામાં આવી હતી. વાવાઝોડાને કારણે ટેક્સી રૂટ પર પાણી ભરાઈ ગયા બાદ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને સામાન્ય થવામાં સમય લાગ્યો હતો. આ કારણે ફ્લાઈટ્સમાં ફેરફાર, વિલંબ અને ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી. જોકે, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શનિવારે એરપોર્ટના ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 પરથી ફ્લાઈટ્સ સમયસર શરૂ થઈ હતી.