હાઈવે પર ટાયર ફાટી જતા સ્લીપર બસ પલટી મારી ગઈ- 29 લોકો ગંભીર રીતે ઘાયલ

ગુરુવારે સવારે 9:30 વાગ્યે સલેમપુરની સામે કન્નૌજમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી ગઈ હતી. બસનું આગળનું પૈડું ફૂટતાં આ અકસ્માત સર્જાયો હતો. અચાનક સર્જાયેલ અકસ્માતને પગલે સવારમાં હોબાળો  મચી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત કુલ 30 મુસાફરને તિરવા મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતાં.

આ અકસ્માત સલેમપુર નજીક કેનાલ ચેનલ નંબર 148/500 પર બન્યો હતો. બિહારના બેટિયાહ જિલ્લા પશ્ચિમ ચંપારણથી ભવાની ટ્રાવેલ્સની ડબલ ડેકર બસ કુલ 100 કરતાં વધુ મજૂરોની સાથે દિલ્હી જઇ રહી હતી. બસનું આગળનું ટાયર ફાટતાં બસ ડિવાઇડરની સાથે ટકરાતાં બસ પલટી મારી ગઈ હતી.

મુસાફરો ચીસો પાડી ગયાં હતાં. આ ઘટના દરમિયાન ડ્રાઈવર તથા ઓપરેટર તક મળતાં ત્યાંથી નાસી છુટયા હતાં. UPDAનાં કર્મચારીઓ અને NCC પેટ્રોલીંગ ટીમ માહિતી પર પહોંચી હતી અને કાચની બસ તોડી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. કુલ 30 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને એમ્બ્યુલન્સ દ્વારા તિરવા મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતાં. કુલ 40 જેટલા મુસાફરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

અચાનક આ દરમિયાન બસની બેટરી ફાટતાં આગ લાગી ગઈ હતી. જેના પગલે બસની અંદર રહેનાર મુસાફરોમાં દોડાદોડી થઈ ગઈ હતી. NCC પેટ્રોલીંગ ટીમના કર્મચારી શ્યામસિંહ, પ્રદીપકુમાર, નિલેશ, ગિરેન્દ્ર ગિરી વગેરે દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ઇન્ચાર્જ વિજય બહાદુર વર્મા, મહી મળતાં અધિકારી ઘટનાસ્થળ પાસે પહોંચ્યા હતાં. પોલીસ અને UPDA સુરક્ષા અધિકારી મનોહરસિંહ, નામવરસિંહ અને પેટ્રોલિંગ ટીમે ઘાયલ મુસાફરોની મદદ કરી હતી.

આ દરમિયાન હાઇવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારબાદ બસને ક્રેન મારફતે ખસેડવામાં આવી હતી. બસ હટાવ્યા પછી પાછળથી બસમાં બેઠેલા મુસાફરો કહે છે, કે કુલ 2,500 રૂપિયા ભાડુ લેવામાં આવ્યું હતું. જેમાં કુલ 125 જેટલા મુસાફરો હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *