હવામાન વિભાગે આપી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં NDRFની 9 ટીમો કરાઇ તૈનાત

Teams of NDRF in Gujarat: ગુજરાતમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને મધ્યમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે. ભારે વરસાદની આગાહી બાદ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં NDRFની ટીમ(Teams of NDRF in Gujarat) તૈનાત કરવામાં આવી છે.

રાજ્યમાં NDRFની 9 ટીમો એલર્ટ મોડ પર
સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં NDRFની 9 ટીમો તૈનાત કરવામાં આવી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, ભાવનગર  સહિત વલસાડ, દ્વારકા, અમરેલી ગીર સોમનાથ અને સુરતમાં પણ NDRFની 1-1 ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈને રોડ રસ્તા પર પાણી ફર્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સવારે 6 થી 8 દરમિયાન 120 તાલુકામાં વરસાદ
સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેમાં દ્વારકાના જામખંભાળિયામાં સવારે ત્રણ કલાકમાં પાંચ ઈંચ વરસાદ, વિસાવદર અને કાલાવડમાં સવારના છથી આઠ વાગ્યા સુધીમાં ત્રણથી ત્રણ ઈંચ, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અઢી ઈંચ અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

જૂનાગઢના વંથલીમાં અડધો ઈંચ, ઉપલેટા અને દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારે 6 થી 8 દરમિયાન 120 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.