ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં ખુબ જ સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 23 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં ફરી એક વખત લો પ્રેશર સક્રિય થય રહ્યું છે. જેને લીધે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
મહત્વનું છે કે. ગુજરાત રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે અને ઘણા સ્થળોએ ખુબ જ સારો વરસાદ પણ વરસ્યો છે. ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. સાથે સાથે ગુજરાતના અન્ય કેટલાય અન્ય વિસ્તારોમાં પણ હળવાથી માધ્યમ વરસાદ પડશે. જયારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરવામાં આવેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં ફરી એક વાર લો પ્રેશર સર્જાશે. જેને કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી પણ સંભાવનાઓ છે. જેને લઈને આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે. જયારે ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં મહીસાગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના અન્ય કેટલાય વિસ્તારમાં હળવો વરસાદ પડશે. મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.