Ambalal Patel Prediction: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. જો કે ગુજરાતમાં વરસાદ પ્રવેશતાની સાથે જ નબળું પડી ગયું છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં જબરદસ્ત પવન બાદ ગાજવીજ સાથે વરસાદ(Ambalal Patel Prediction) થવાની સંભાવના છે.
તેમણે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, સૂર્ય મિથુન રાશિમાં આવતા પવન તેજ રહેશે પરંતુ કોઇક કોઇક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થશે. ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી આપતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ મંદ પડી ગઇ છે. પરંતુ તારીખ 17થી 22 દરમિયાન પનવની તેજ ગતિ સાથે આંધી વંટોળની ગતિ વધશે.
આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગર, બાબરા, બોટાદ, બરવાળા ઉપરાંત દક્ષિણના ઘણાં ભાગો અને ખંભાતના કેટલાક ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો ખેડા જિલ્લાના સઘળા ભાગમાં જબરદસ્ત પવન ફુંકાશે.શરૂઆતમાં ચોમાસું મંદ રહેતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
આગાહી અંગે વધુમાં તેમણે જણાવ્યું કે 22 જુન સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, ધ્રાગંધ્રાના ભાગમાં પવન જબરદસ્ત ફૂંકાશે.આ સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં તમામ ભાગમાં પવનની શક્યતા રહેશે. 17થી 22 તારીખની વચ્ચે જે વરસાદ સક્રિય થશે. તે આદ્રા નક્ષત્રમાં 21થી 25માં વરસાદ ઘણાં ભાગમાં સારો થવાની સંભાવના છે. જો કે સારા વરસાદ સાથે આંધી વંટોળનું પ્રમાણ પણ વધારે વધશે.
વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્ર, જામનગર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠાના ભાગોમાં ગાજવીજ અને આંધી સાથે વરસાદની શક્યચાઓ રહેલી છે. વધુમાં તેમણે જણાવ્યું કે અત્યારે સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશતા પવન તેજ રહેશે પરંતુ કોઇક કોઇક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થશે. પરંતુ 17થી 22 તારીખમાં પવનનો સપાટો જબરદસ્ત હશે અને ગુજરાતમાં 21થી 25 સુધીમાં આદ્રા નક્ષત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App