ફરી એકવાર હેલીકોપ્ટર ક્રેશમાં ગયો ત્રણ લોકોનો જીવ, જુઓ દર્દનાક વિડીયો

Pune Maharashtra Helicopter Crash

મહારાષ્ટ્રના (MAHARASHTRA) પુણેના (PUNE) પીપરી ચીચવડ તાલુકાના બાવધન ગામ પાસે બુધવારે એક પ્રાઇવેટ હેલિકોપ્ટર ક્રેશ (Pune Maharashtra Helicopter Crash) થઈ ગયું હતું.

સ્થાનિક ગ્રામ્ય લોકોએ હેલિકોપ્ટર દુર્ઘટના વિશે હીંજેવાડી પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી. કંટ્રોલ રૂમને જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરમાં મુસાફરી કરે રહેલા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જાણકારી મળતાની સાથે જ પોલીસ અને મેડિકલ ટીમ ઘટના સ્થળ તરફ જવા રવાના થઈ. પ્રાપ્ત થતી માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા ત્રણ વ્યક્તિઓનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે આ હેલિકોપ્ટર ઓક્સફર્ડ ગોલ્ફ રિસોર્ટ મુંબઈ તરફ જઈ રહ્યું હતું.

હિંજેવડી પોલીસ સ્ટેશનની હદમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સ્થાનિક પ્રશાસન અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવ્યો છે. હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ત્યાં ગામ લોકોની મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી. દુર્ગઘટનાનું સચોટ કારણ હજુ પણ જાણી શકાયું નથી. આ દુર્ઘટનામાં ગીરીશકુમાર પિલ્લાઈ, પ્રીતમચંદ ભારદ્વાજ, પરમજીતસિંહ નું મૃત્યુ થઈ ગયું છે.

સ્થાનિક ગ્રામીણ હોય હેલિકોપ્ટર ક્રેશ થવાની માહિતી હીંજેવાડી પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. કંટ્રોલ રૂમને જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને મેડિકલ ટીમ ઘટના સ્થળ તરફ જવા રવાના થઈ હતી.