કોરોના વાયરસના કહેરને કાયમ માટે દુર કરવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન 3.0 દરમિયાન ગ્રીન ઝોન્સમાં ઘણી જ છૂટ આપવામાં આવી છે. સમગ્ર દેશનાં કુલ જિલ્લાઓમાંથી 43 ટકાથી વધારે ગ્રીન ઝોન્સમાં છે. જ્યાં લોકોનાં આવવા-જવા અને કામ કરવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ એક રીતે હટાવી દેવામાં આવ્યા છે. અને લોકોને આજાદ કર્યા છે. તેવું કહી શકાય. આપણે કહી શકીએ કે 43 ટકા દેશ હવે કોરોના સંકટની વચ્ચે સામાન્ય જનજીવન તરફ વધી રહ્યો છે. તો શું ગ્રીન ઝોન્સમાં હર્ડ ઇમ્યૂનિટીનો ટેસ્ટ પણ શરુ થઈ ચુક્યો છે જેને તમામ નિષ્ણાતો કોરોના સામે પ્લાન બી ગણાવી રહ્યા છે? તેનો જવાબ છે હા, કેટલીક હદ સુધી.
સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે (થોડા થોડા અંતરે સાથે ઉભું રહેવું) નાં પાલનની શરતો સાથે ગ્રીન ઝોન્સમાં દુકાનો, બજારો, ઑફિસો, ઑટો, ટેક્સી, બસ, વેપારી અને ઔદ્યોગિક ગતિવિધિઓને પરવાનગી આપવામાં આવી ચુકી છે. આ દરેક જગ્યાઓ પર લોકો હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઇ રહ્યા છે. ધીમેધીમે ફરીથી કામ-ધંધા ચાલુ કરી રહ્યા છે. 43 ટકા જિલ્લાની વસ્તીનું એક રીતે કોરોના વાયરસ પ્રત્યે એક્સપોઝર વધ્યું છે. આનાથી એ વાતનો પણ અંદાજો લગાવવામાં આવી શકે છે કે કોરોના વાયરસ પ્રત્યે હર્ડ ઇમ્યૂનિટી વિકસિત થઈ રહી છે.
આદર્શ સ્થિતિમાં હર્ડ ઇમ્યૂનિટીનો ટેસ્ટ ત્યારે કહેવામાં આવી શકે છે. જ્યારે રેડ ઝોન્સમાં પણ લોકો કોરોનાનાં ખતરા છતા પહેલાની માફક સામાન્ય ગિતિવિધિઓ ચલાવતા રહે. આ પ્રકારે લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થતા અને આખરે તેમનામાં આના પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જતી જેને હર્ડ ઇમ્યૂનિટી કહેવામાં આવે છે. ગ્રીન ઝોન્સમાં સંક્રમણનું સંકટ ઘણું ઓછું છે આ કારણે તેને કેટલીક હદ સુધી જ હર્ડ ઇમ્યૂનિટી ટેસ્ટ કહી શકાય છે. હાલમાં સમગ્ર દેશમાં રેડ ઝોનમાં 130, ઑરેન્જ ઝોનમાં 284 અને ગ્રીન ઝોનમાં 319 જિલ્લા રાખવામાં આવ્યા છે.
જ્યારે ઘણા બધા લોકો કોઈ સંક્રામક બીમારીનાં પ્રત્યે ઇમ્યૂન થઈ જાય છે એટલે કે તેમનામાં પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જાય છે ત્યારે તે બીમારી બાકીનાં અસંક્રિત લોકોને પોતાની ઝપટમાં લઈ શકતી નથી, કેમકે આખો સમૂહ જ ઇમ્યૂન થઈ ચુક્યો હોય છે. આને જ હર્ડ ઇમ્યૂનિટી કહે છે. આ પ્રતિરોધક ક્ષમતા યા તો વેક્સિનથી મળે છે અથવા મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થવા અને તેમની અંદર સંબંધિત બીમારી પ્રત્યે ઇમ્યૂનિટી વિકસિત થવા પર મળે છે. ઉદાહરણ તરીકે ન્યૂમોનિયા અને મેનિન્ઝાઇટિસ જેવી બીમારીઓની વેક્સિન આપીને બાળકોને ઇમ્યૂન બનાવવાનું પરિણામ એ થયું કે મોટી ઉંમરનાં લોકોની આની ઝપટમાં આવવાની શક્યતા ઓછી થઈ ગઈ.
નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર, કોરોના વાયરસની વાત કરીએ તો 60 થી 85 ટકા વસ્તીમાં આના પ્રત્યે ઇમ્યૂનિટી આવી જાય તો આને હર્ડ ઇમ્યૂનિટી કહેવામાં આવશે. ડિપ્થીરિયામાં આ આંકડો 75 ટકા, પોલિયોમાં 80થી 85 ટકા અને મીઝલ્સમાં 95 ટકા છે. જો કે કેનેડાનાં ચીફ પબ્લિક હેલ્થ ઑફિસર થેરેસા ટૈમે ચેતવ્યા છે કે જો આવું થયું તો મોત જ નહીં, બીમારીની અસરો પણ ખતરનાક સાબિત થશે. કેટલાક નિષ્ણાતો પ્રમાણે હર્ડ ઇમ્યૂનિટી માટે લોકોને સંક્રમિત થવા માટે છોડવા ઘણું જ ખતરનાક સાબિત થઈ શકે છે. 60 થી 85 ટકા વસ્તી સંક્રમિત થઈ જાય તો તેના વિનાશકારી પરિણામોની કલ્પના પણ ના કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news