China Man Mums: આજકાલ, ચીનમાં એક વિચિત્ર પણ રસપ્રદ ટ્રેન્ડ જોર પકડ્યો છે. અહીં, છોકરીઓ તણાવમાંથી મુક્તિ મેળવવા માટે ‘મેન મમ્સ’ ની મદદ (China Man Mums) લઈ રહી છે, જે તેમને ગળે લગાવવા માટે ચાર્જ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં આ ગળે લગાવવાની સર્વિસની ખૂબ માંગ છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ‘મેન મમ્સ’ શબ્દનો ઉપયોગ જીમમાં મસ્ક્યુલર છોકરાઓ માટે થાય છે. જ્યારે યુવતીઓ કામના તણાવ, અભ્યાસના ભારણ અથવા અન્ય કોઈ વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કરી રહી હોય છે, ત્યારે તેઓ તેને દૂર કરવા માટે ‘મેન મમ્સ’ હાયર કરે છે. પુરુષ મમ્સ તેમને આલિંગન માટે 20 થી 50 યુઆન (એટલે કે 250 થી 600 રૂપિયા) સુધી ચાર્જ કરે છે, અને આલિંગનનો સમય સામાન્ય રીતે 5 મિનિટનો હોય છે.
આ ટ્રેન્ડ ઝડપથી ફેલાઈ ગયો જ્યારે એક વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે તે તેના થીસીસના દબાણથી એટલી તૂટી ગઈ હતી કે તે તે સમયે કોઈને ગળે લગાવવા માટે ઘણા પૈસા ખર્ચવા તૈયાર હતી. છોકરીએ કહ્યું કે તેણીએ શાળામાં કોઈને ગળે લગાવ્યા હતા અને આમ કર્યા પછી તેને ખૂબ સારું લાગ્યું. વિદ્યાર્થીનીની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ, ત્યારબાદ આલિંગન દ્વારા તણાવ દૂર કરવાની સર્વિસની માંગ વધી ગઈ.
રિપોર્ટ મુજબ, તમને મેટ્રો સ્ટેશન કે શોપિંગ મોલ જેવા જાહેર સ્થળોએ ‘મેન મમ્સ’ જોવા મળશે. ઘણી વખત છોકરીઓ તેમને ગળે લગાવે છે અને તેમની લાગણીઓ તેમની સાથે શેર કરે છે, જેનાથી તેમનો બોજ પણ હળવો થાય છે. છોકરીઓ તેમના શરીર, તેમની વાત કરવાની રીત, વર્તન અને દેખાવના આધારે ‘મેન મમ્સ’ પસંદ કરે છે. સોદો નક્કી થયા પછી, ગળે લગાવવાનું સ્થળ અને સમય નક્કી કરવામાં આવે છે.
જો આ રીતની પદ્ધતિ ભારતમાં શરૂ થઈ જશે તો, અમુક અંશે તેની પાછળ આ યુવાનોના માતા-પિતા જવાબદાર હશે તેવી શક્યતા રહેલી છે. આ બાબતે તમે વાંચકો સમજદાર જ છો એટલા માટે ખુલીને તેના વિશે લખી રહ્યા નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App