અરે આ ભાભીએ તો ગામ ગાંડુ કર્યું: રસ્તા વચ્ચે ખુરશી મૂકી બનાવવા લાગી રીલ, પછી જે થયું…

Bhabhi Viral Video: આજકાલના સમયમાં લોકોના માથે રીલ બનાવવાનું ભૂત ચડ્યું છે. લોકો રીલ બનાવવામાં એટલા બધા પાગલ થઈ જાય છે કે તેને જગ્યાનું પણ ભાન નથી રહેતું. તેઓને પોતાની તો ચિંતા નથી હોતી પણ અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી રીલ (Bhabhi Viral Video) બનાવવા લાગે છે. ઘણા લોકો તો શરમને નેવે મૂકી અશ્લીલ ડાન્સ કરતા રીલ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. તમે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ તમામ વાયરલ વિડીયો જોયા હશે જેમાં લોકો અલગ અલગ રીતે રીલ બનાવતા દેખાય છે. હાલમાં જ એક માસીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

માસીએ રોડ વચ્ચે જ બનાવી રેલ
સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલાએ રોડ વચ્ચે એક ખુરશી મૂકી છે અને તેની ઉપર બીજી એક નાની ખુરશી મૂકી છે. અને તેના પર સામાન મૂકી પોતાના ફોનને સેટ કરેલો છે. ફોનનો કેમેરો ચાલુ કરી મહિલા રોડ વચ્ચે જ અશ્લીલ ડાન્સ કરી પોતાની રીલ બનાવી રહી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવનાર વ્યક્તિએ જણાવ્યું કે રોડ પર ટ્રાફિક જામ થયેલો હતો અને જ્યારે અમે આગળ આવ્યા ત્યારે ખબર પડી કે એક મહિલા રીલ બનાવી રહી છે.

અહીંયા જુઓ વિડિયો

તમે હમણાં જે વિડીયો જોયો તેને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખેલું છે કે અરે કોઈ Instagram પર બેન લગાવો, તેના ચક્કરમાં લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. કમેન્ટ કરતા લખ્યું કે આ માનસિક રીતે અસ્થિર લાગે છે.બીજા એક વ્યક્તિ લખે છે કે કદાચ આ પાગલ ખાનામાંથી ભાગીને આવી છે. તો અન્ય એક યુઝર લખે છે કે આવા લોકો વિરુદ્ધ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. તો અન્ય એક કંઈક અલગ જ લખે છે રીલ બનાવવાના ચક્કરમાં માણસ ઘનચક્કર થઈ ગયો છે.