વધુ એક હાઈપ્રોફાઈલ સે*ક્સ રેકેટનો પર્દાફાશ- એક રાત રંગીન કરવા છોકરીઓ લેતી એટલા રૂપિયા કે, વર્ષનો પગાર નીકળી જાય

Maharashtra (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રમાં આવેલા અંધેરી વેસ્ટ (Andheri West) ના પોશ વિસ્તાર માંથી એક હાઈપ્રોફાઈલ સે*ક્સ રેકેટ (s*x racket) નો પર્દાફાશ થયો છે. ઘટના સ્થળેથી પોલીસે…

Maharashtra (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રમાં આવેલા અંધેરી વેસ્ટ (Andheri West) ના પોશ વિસ્તાર માંથી એક હાઈપ્રોફાઈલ સે*ક્સ રેકેટ (s*x racket) નો પર્દાફાશ થયો છે. ઘટના સ્થળેથી પોલીસે ત્રણ મોડેલને પકડી છે. મળેલી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મોડેલને એક રાત માટે બે થી ત્રણ  લાખ રૂપિયા મળતા હતા, આ સાથે જ પોલીસે બે વૃદ્ધ મહિલા સહિત અન્ય ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે.

પોલીસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ મોડેલને એક રાતના બે થી ત્રણ લાખ રૂપિયા મળતા હતા. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ મામલાને લઈને ઘણા મોટા ખુલાસાઓ થઇ શકે છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ સે*ક્સ રેકેટ ખૂબ જ હાઈપ્રોફાઈલ રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. અંબોલી પોલીસના વરિષ્ઠ અધિકારી સાથે વાત કરતા મળેલી માહિતી અનુસાર ત્રણ આરોપી મહિલાઓમાંથી બે આરોપી મહિલાઓ વૃદ્ધ છે, તેમની ઉંમર 65 વર્ષની છે. આ વૃદ્ધ મહિલાઓ બોલિવૂડની મોટી પાર્ટીઓમાં પણ હાજરી આપે છે. બોલિવૂડની મોટી પાર્ટીઓમાં આ વૃદ્ધ મહિલાઓ એવી મોડલ અને ટીવી એક્ટર્સનો સંપર્ક કરતી કે જેને પૈસાની જરૂર હોય છે.

શરૂઆતમાં પોલીસને મળેલી માહિતી અનુસાર ત્રણ મહિલા આરોપીઓમાંથી એક જ્યોતિષી હોવાનો દાવો કરે છે. કથિત રીતે તે આ દેહવ્યાપારમાં સામેલ છે. મુંબઈ પોલીસે આ માહિતીના આધારે તેની તપાસ શરૂ કરી દીધી હતી અને સે*ક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે 5 એપ્રિલની રાત્રે છટકું ગોઠવ્યું હતું. ત્યારબાદ અંધેરી પશ્ચિમમાં આવેલા શાસ્ત્રી નગર વિસ્તારમાં એક બિલ્ડિંગના ચોથા માળે ફ્લેટ નંબર 405 પર દરોડો પાડવામાં આવ્યા હતા.

દરોડો દરમિયાન પોલીસે 64 વર્ષીય મધુ, 65 વર્ષીય સુનીતા ઝાઅને 31 વર્ષીય ટ્વિંકલ ઝા સહિત ત્રણ મહિલાઓને સ્થળ પરથી જ પકડી પાડી હતી. મળેલી માહિતી અનુસાર આરોપી મહિલા મુંબઈના અંધેરી વેસ્ટમાં એક પોશ બિલ્ડિંગમાં રહેતી હતી. ધરપકડ કરાયેલા લોકો સામે પોલીસે IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *