વડોદરામાં પકડાયું હાઈ પ્રોફાઈલસેક્સ રેકેટ, એક રાતનાં હતા એટલા…

વડોદરા શહેરમાં ચાલતા ઓનલાઇન હાઈપ્રોફાઈલ આંતરરાજ્ય સેક્સ રેકેટનો એસ.ઓ.જી.એ પર્દાફાસ કર્યો છે. પોલીસે રેડ કરી 6 દલાલ સહિત 4 યુવતીઓની ધરપકડ કરી છે. રેડ દરમિયાન કોન્ડમ અને કુલ 93,100 રૂપિયા પોલીસના હાથે લાગ્યા છે. આ રેકેટ ના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી રહી છે.

શહેરમાં ઓનલાઇન ચાલતા આંતરરાજ્ય હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ અંગેની જાણ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને થઈ હતી. જેથી હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ કોલ ગર્લ્સ એસ્કોર્ટ સર્વિસ વડોદરા તથા ઓક્લૂટ વેબસાઈટ ચેક કરી વોટ્સએપના માધ્યમથી દેહ વ્યાપારનો ધંધો કરતા એજન્ટોને કોન્ટેક્ટ કરી સગુન રેસિડેન્સી તથા અર્થે કોમ્પ્લેક્સ, અક્ષર ચોક, જે.પી રોડ ખાતે રેડ કરવામાં આવી હતી. પોલીસે પાડેલા બે દરોડામાં છ દલાલ અને ચાર સ્વરૂપવાન યુવતીની ધરપકડ કરી હતી. ગોત્રી અને જે.પી.રોડ પોલીસે આ મામલે ઘી ઈમ્મોરલ ટ્રાફિક પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કઈ રીતે ચાલતું હતું સેક્સ રેકેટ?

પોલીસને આ સેક્સ રેકેટના સર્ચિંગ તથા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવનાર શખ્સો સ્વરૂપમાં યુવતીઓનો કોન્ટ્રાક્ટ ઉપર રાખી ખાવા-પીવા તથા રહેવાની વ્યવસ્થા પૂરી પાડતા હતા. પકડાયેલ યુવતીઓમાં 3 પરપ્રાંતીય તથા એક ગુજરાતની હોવાની જાણકારી મળી છે. વેબસાઇટ પર ગ્રાહકો કોન્ટેક્ટ કરે એટલે વોટ્સઅપના માધ્યમથી સ્વરૂપવાન યુવતીઓ ના ફોટા મોકલવામાં આવતા હતા. અને યુવતી દીઠ એક પ્રોગ્રામના રૂપિયા 6,000 અને નાઈટ ના રૂપિયા 15000 ભાવ નક્કી કરતા હતા.

ગુજરાતમાં ભાજપ સરકારના જ દિગ્ગજ નેતા નશો કરેલી હાલતમાં ઝડપાયા – જાણો વિગતે

રેડમાં પકડાયેલા આરોપીઓ :

નિતીન દિનેશભાઈ વાળા (રહે. ચીતલગામ અમરેલી)

સંદિપકુમાર શ્રી વિનોદકુમાર (રહે.પશ્ચિમ, દિલ્હી)

અર્જુનસિંહ દેવીસિંહ રાજપુત (રહે. રીંગણીખેડા ગામ, એમ.પી)

તથા બે સ્વરૂપવાન યુવતીઓ

બીજી રેડમાં પકડાયેલ આરોપીઓ :

ચિરાગ રેશમભાઈ દુધાત (રહે. શિવ શક્તિ નગર, બાપુનગર, અમદાવાદ)

સંજયકુમાર ડાહ્યાભાઈ ચક્રવર્તી (રહે. ખરોડાગામ, મહીસાગર)

વિનોદભાઈ નાગજીભાઈ પટેલ (રહે. જય દ્વારકાધીશ એપારમેન્ટ, પુણાગામ, સુરત)

તથા બે સ્વરૂપવાન યુવતીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

સુરતમાં SMCના કર્મચારીઓ ઉપર ભાજપ મહિલા કોર્પોરેટરે નાની વાતમાં હુમલો કર્યો – જુઓ વિડીયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *