માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અનેક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા હાઇવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જોયો હતો.
આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિએ પ્રાણ છોડી દેતા કરૂણાંતિકા સર્જાઈ છે. અકસ્માત પછી હાઇવે પરથી કચ્ચરઘાણ હાલતમાં બાઈક તથા નજીકમાં અથડાયેલી કાર પણ મળી આવી છે. કરૂણ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
જે રીતે ઑટો ટેકનૉલૉજી એડવાન્સ થતી જઈ રહી છે એમ-એમ વાહનોમાં પણ ઝડપ સતત વધતી જઈ રહી છે. સાંકડા રસ્તાઓ પર જ્યારે લેન ન હોય ત્યારે વાહન ચલાવવાના ચોક્કસ નિયમો હોય છે પણ ચાલકો બેફામ રીતે વાહનો હંકારતા માનવીય ભૂલોથી મોટા ભાગના અકસ્માત સર્જાતા હોય છે.
હાઇવે પર એક સ્વિફ્ટ કાર સાથે બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. બાઇક સવાર આ દંપતિને સ્વીફ્ટ ચાલકે અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યારે મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતનો ભોગ બનનાર દંપતિ GJ-3N-4463 નંબરની મોટર સાયકલ પર સવાર હતું. બાઈકનો સ્વિફ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. જો કે, આ સ્વિફ્ટ કારમાં કેટલા મુસાફરો હતો તેમજ તે જાણી શકાયું નથી પણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.