હિમાચલમાં સર્જાઈ તારાજી: ગાડીઓ-ટ્રક-પૂલ બધુ જ પાણીમાં વહી ગયું… પ્રચંડ પુરની વચ્ચે પણ અડીખમ મહાદેવનું મંદિર

Mahadev panchvaktra temple: હિમાચલ પ્રદેશમાં હાલ પૂરની સ્થિતિએ તબાહી મચાવી રહ્યું છે. જાનમાલનું મોટું નુકસાન નોંધાયું છે. કુલ્લૂ, મનાલી, મંડી જેવા વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત…

Mahadev panchvaktra temple: હિમાચલ પ્રદેશમાં હાલ પૂરની સ્થિતિએ તબાહી મચાવી રહ્યું છે. જાનમાલનું મોટું નુકસાન નોંધાયું છે. કુલ્લૂ, મનાલી, મંડી જેવા વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયાં છે. કુદરતનાં આ ભયાવહ કહેરની વચ્ચે ભગવાન ભોલેનાથનું મંદિર પોતાના સ્થાન પર અડીખમ(Mahadev panchvaktra temple) ઊભું જોવા મળ્યું છે. મંડીનું આ ઐતિહાસિક પંચવક્ત્ર મંદિર કલાકો સુધી આક્રમક વ્યાસ નદીનાં ભયંકર વહેણનો સામનો કરતું રહ્યું. સ્થાનીકો માને છે કે પાંચ સદીથી પણ વધારે જૂનાં આ શિવ મંદિરે હિમાચલ પ્રદેશની હાલ રક્ષા કરી રહ્યું છે.

500 વર્ષથી પણ વધારે જૂનું છે આ મંદિર
500 વર્ષોથી પણ જૂનું આ મંદિર કેદારનાથ મંદિર જેવું જ દેખાય છે. તેથી તેને હિમાચલનું કેદારનાથ મંદિર પણ કહેવામાં આવે છે. વર્ષ 2013ની આવી જ તબાહી દરમિયાન અનેક લોકો મૃત્યુ પામ્યાં હતાં પરંતુ તે સમયે પણ લાખો ટન ભારે મલબાને બાબા કેદારે પોતાના મંદિરનાં પ્રાંગણમાં રોકી રાખ્યું હતું.

લોખંડનો પુલ તૂટ્યો પણ મંદિર નહીં
2023માં હિમાચલમાં જે તબાહી થઈ, આ મંદિરને લઈને મંડીમાં જે ઉથલપાથલ થઈ, તે બાબા કેદારનું આ મંદિર કેવી રીતે મક્કમતાથી ઊભું રહ્યું હશે તે માની શકાય તેમ નથી. પંચવક્ત્ર મંદિર એટલે મહાદેવની મૂર્તિ કે જેમાં 5 મુખ છે. પંચમુખી મહાદેવના આ મંદિર અને મંડી શહેરને જોડતો સદીઓ જૂનો લોખંડનો પુલ પણ ધરાશાયી થયો પરંતુ આ મંદિર તેની જગ્યાએથી ખસ્યું નહીં

‘પાંડવોએ પૂજા કરી છે’
મંદિરના પૂજારી નવીન કૌશિકે જણાવ્યું કે આ મંદિર 16મી સદીમાં એક રાજાએ બનાવ્યું હતું પરંતુ એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવોએ જાતે બનાવ્યું હતું જ્યાં પાંડવો પોતે બાબાની પૂજા કરતા હતા. હાલમાં મંદિર પરિસર બિયાસ નદીમાંથી રેતી અને કાટમાળથી ભરેલું છે. જેના કારણે શિવલિંગ દેખાતું નથી પરંતુ બાબા કેદારના મંદિરને પૂરના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી.

મંદિરના અન્ય ભાગોને નુકસાન થયું છે
જો કે મહાદેવના આ મંદિરના મુખ્ય દરવાજાને નુકસાન થયું છે. હિમાલયમાંથી નીકળતી બિયાસ નદીના પ્રવાહે દરવાજાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે. કાટમાળ ભલે મંદિરમાં ઘૂસી ગયો હોય પરંતુ તેનાથી મંદિરની દિવ્યતા અને ભવ્યતાને કોઈ અસર થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *