હિન્દુઓ ભડક્યા: હનુમાનજીનો વેશ ધારણ કરી ભણાવવા પહોંચ્યો શિક્ષક અને પછી

Hanumanji Viral Video: દેશમાં કોરોના રોગચાળા દરમિયાન ઓનલાઇન શિક્ષણની ખૂબ ચર્ચા થઈ હતી. એવામાં એક એવા પણ શિક્ષક સામે આવ્યા છે જે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. પરંતુ તેઓની આ અનોખી રાહમાં પ્રતિ સ્પર્ધા વધી ગઈ છે. હવે શિક્ષકો પણ પોતાના (Hanumanji Viral Video) ઓનલાઈન ક્લાસના youtube ચેનલ પર સબસ્ક્રાઇબર અને ફોલોવર્સ વધારવા માટે નત નવા ધતિંગ કરી રહ્યા છે.

આજકાલ એક ઓનલાઇન ક્લાસ નો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ “હનુમાનજી IAS ક્લાસીસ”નામથી youtube ચેનલ ચલાવી રહ્યો છે. આ વ્યક્તિ હનુમાનજી જેવો જ પોશાક ધારણ કરી ગદા લઈને ભણાવવા માટે આવે છે. ક્લાસની શરૂઆતમાં તે કહે છે કે જય સીયારામ સાથિયો, હનુમાનજી ક્લાસીસ માં તમારું સ્વાગત છે.

સોશિયલ મીડિયા પર હનુમાનજી આઈએએસ ક્લાસીસ ની ક્લિપ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. તો કેટલાક હિન્દુ લોકો આ વીડિયોને જોઈ ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે અને તેઓ અને ધર્મનું તેમજ ભગવાનનું અપમાન ગણાવી રહ્યા છે.

અહીંયા જુઓ તેમના વાયરલ વિડિયો

મળતી જાણકારી અનુસાર આ youtube ચેનલ ફક્ત બે અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવી હતી. આ ચેનલ નો દાવો છે કે તે આઈએએસ ની ટ્રેનિંગ આપે છે. સિંધુ સભ્યતાથી લઈને કેવી રીતે અભ્યાસ કરવો જેવા અનેક વિષયો પર વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ હનુમાનજીના દેશમાં મુગટ અને ગદા લઈને ભણાવતો દેખાય છે. જોકે આ ચેનલ માં કોઈપણ વીડિયોમાં વ્યક્તિ પોતાનું અસલી નામ કે ઓળખ આપતો દેખાઈ રહ્યો નથી.

વીડિયો જોઈ હિન્દુઓ ભડક્યા
ફક્ત બે અઠવાડિયામાં જ હનુમાનજી આઈએએસ ક્લાસીસ ની ક્લિપ સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બની ગઈ છે અને ઘણા લોકો તેને ધાર્મિક ભાવનાઓ નો મજાક જણાવી રહ્યા છે. એક્સપર્ટ એક વપરાશ કરતા લખે છે કે ધંધો ચલાવવાના ચક્કરમાં તમે ભગવાનનું અપમાન કરતા પણ ડરી રહ્યા નથી.

તો એક યુઝર વ્યંગ કરતા લખે છે કે આવા લોકો માટે નરકમાં એક અલગ જગ્યા રાખવામાં આવી છે. તો અન્ય એક યુઝર લખે છે કે ટેન્શન ન લો અહીંયા સાખ્યાત હનુમાનજી આઈએએસ નું શિક્ષણ આપી રહ્યા છે એટલા માટે બધાનું સિલેક્શન પાકું છે. કેટલાક લોકોએ લખ્યું કે વાયરલ થવાના ચક્કરમાં લોકો હદ પાર કરી રહ્યા છે.

કેટલાક લોકોનું માનવું છે કે આ ધાર્મિક ભાવનાઓનો મજાક થઈ રહ્યો છે. એક વ્યક્તિ લખે છે કે ભગવાનનું નામ લઈને વાયરલ થવા માટેની કોશિશ શરમજનક છે. હા દેખીતી રીતે ભગવાનનું અપમાન છે.