કટ્ટર ઈસ્લામિક દેશમાં BAPS સંસ્થાના સંતનું ઐતિહાસિક સંબોધન- લોકોએ કહ્યું ભારતને બીજા વિવેકાનંદ મળ્યા

Published on: 12:35 pm, Sat, 14 May 22

અબુ ધાબી(Abu Dhabi)માં હિન્દુ મંદિર(Hindu temple)નું નિર્માણ કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થા(BAPS Swaminarayan Sanstha)ના સંતોએ સાઉદી અરેબિયા(Saudi Arabia)માં મુસ્લિમ વર્લ્ડ લીગ(Muslim World League) દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમ(Interfaith Forum)માં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઇન્ટરફેથ ફોરમમાં 35 દેશના 90 ધર્મના અલગ અલગ અગ્રણી અને પ્રતીનીધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

BAPS સ્વામીનારાયણના બ્રહ્મવિહારી સ્વામીએ કર્યુ ઐતિહાસિક સંબોધન:
સાઉદી અરેબિયામાં મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા કરવામાં આવેલ આયોજન ઇન્ટરફેથ ફોરમમાં અબુ ધાબીના BAPS સ્વામિનારાયણ હિંદુ મંદિરના ધર્મગુરુ અને પ્રવક્તા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી દ્વારા આ કાર્યક્રમમાં સભાને સંબોધિત કરવામાં આવી હતી.

જેમાં તેઓએ સૌ પ્રથમ BAPS સ્વામિનારાયણ સંસ્થાને ઇન્ટરફેથ ફોરમમાં આમંત્રણ આપવા બદલ મુસ્લિમ વર્લ્ડ લીગનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, “ચાલો આપણે સૌ આ પૃથ્વી પર સ્વર્ગ ઉભું કરવા સંવાદિતા અને સહનશીલતાના મૂલ્યોથી પ્રયત્ન કરવા એક થઈએ અને કટિબદ્ધ થઈએ.”

BAPS હિંદુ સંતના સંબોધનને વૈશ્વિક પ્રતિનિધિઓ તાળીઓના ગડગડાટથી આવકાર્યા:
અત્રે છે કે, સાઉદી અરેબિયામાં મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં ગત બુધવારના રોજ રિયાધ ખાતે યોજવામાં આવ્યો હતો. “હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવેલ, પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીના શબ્દોને મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ, શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ ઇસા અને સમાનતા અને એકતાના પ્રતિક સમાન ગણાવ્યું હતું અને અત્યારબાદ તેમની પ્રશંસા કરવામાં આવી હતી.”

35 દેશના 90 ધર્મના અલગ અલગ અગ્રણીઓ હાજર રહ્યા:
મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા યોજવામાં આવેલ આ પરિષદમાં 35 દેશોમાંથી, વિવિધ ધર્મોના 90 અગ્રણી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પરિષદનો કેન્દ્રવર્તી વિચાર હતો કે, વિવિધ ધર્મોના અનુયાયીઓ વચ્ચે સંવાદિતા અને સહિયારા મૂલ્યોનું પ્રસારણ. પરિષદમાં સૌ મહાનુભાવો સમાનતા અને એકતાના સંદેશને પ્રસરાવવા હાજર રહ્યા હતા.

લોકોએ કહ્યું કે ભારતને બીજા વિવેકાનંદ મળ્યા:
કટ્ટર ઇસ્લામિક દેશમાં દેશમાં BAPS સંસ્થાના સંતનું ઐતિહાસિક સંબોધન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંસ્કૃતિનો ડંકો વિદેશમાં વાગી રહ્યો છે. જેથી લોકો પણ કહી રહ્યા છે કે, ભારતને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના રૂપમાં બીજા વિવેકાનંદ મળ્યા છે.

આ અંગે હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું:
હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયામાં હિંદુ સંતોને પહેલી વાર ઐતિહાસિક આવકાર મળ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દ્વારા સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદને સંબોધન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.