અયોધ્યાના આ પ્રાચીન શિવ મંદિરનો ઈતિહાસ જોડાયેલો છે ભગવાન રામના પુત્ર સાથે! જાણો તેની માન્યતા

Nageswarnath Mandir: શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં શિવભક્તો પ્રાચીન મઠો અને મંદિરોમાં જઈને શિવલિંગ પર જલાભિષેક કરી રહ્યા છે. તો મંદિરો(Nageswarnath Mandir) અને મૂર્તિઓની નગરી અયોધ્યામાં ભગવાન રામ સાથે જોડાયેલું એક શિવ મંદિર છે જેનો મહિમા અજોડ છે ભગવાન રામની જન્મભૂમિમાં એવા ઘણા ગુપ્ત દિવ્ય સ્થાનો છે જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા.

તે સ્થાનોમાંથી એક નાગેશ્વરનાથ મંદિર છે. આ અયોધ્યાના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો પૈકીનું એક છે જે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં એટલું પ્રખ્યાત નથી, પરંતુ તેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને એવું કહેવાય છે કે આ મંદિર ભગવાન રામના પુત્ર કુશ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ધાર્મિક ગ્રંથો અનુસાર એવું કહેવાય છે કે ત્રેતાયુગમાં ભગવાન રામના પુત્ર કુશ દ્વારા નાગેશ્વરનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એક પૌરાણિક માન્યતા છે કે એક વખત ભગવાન રામના પુત્ર કુશ સરયુમાં સ્નાન કરી રહ્યા હતા. તે સમયે તેના હાથમાંથી બંગડી ઉતરી સરયુમાં પડી હતી. કુશે તેની ઘણી શોધ કરી, પણ તે મળ્યો નહિ. તે બંગડી સરયુમાં રહેતા નાગરાજ કુમુદને મળી હતી અને તેણે તેની પુત્રીને આપી હતી.

જ્યારે કુશને આ વાતની જાણ થઈ ત્યારે તેણે કુમુદ પાસેથી તેની બંગડી માંગી, પરંતુ નાગરાજે બંગડી આપવાનો ઈન્કાર કરી દીધો કે દીકરીને આપેલી ભેટ પાછી લઈ શકાય નહીં. આ દલીલથી ગુસ્સામાં ભરાયને કુશે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને પૃથ્વી પરથી સમગ્ર સાપ જાતિનો નાશ કરવા આગળ વધ્યો. પછી કુમુદે ભગવાન શિવની પ્રાર્થના કરી. ભગવાન શિવ પ્રગટ થયા અને કુશને શાંત કર્યા.

નાગેશ્વરનાથ મંદિરની માન્યતા
અહીં ભગવાન શિવની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. શ્રાવણ અને શિવરાત્રીના દિવસોમાં આ મંદિરમાં ખૂબ ભીડ હોય છે. લાખો ભક્તો ભેગા થાય છે. આ ઉપરાંત મંદિરોમાં દર્શન કરવા અયોધ્યા આવતા ભક્તો પણ આ મંદિરના દર્શન કરે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કર્યા વિના અયોધ્યામાં શ્રી રામના દર્શન અધૂરા રહી જાય છે.