મહાકાલી નગરી તરીકે પ્રસિદ્ધ થયેલી ઉજ્જૈન નગરીમાં આવેલ હરસિધ્ધિ માં ના મંદિરનો અનેરો ઈતિહાસ

મહાકાલી નગરી તરીકે પ્રસિદ્ધ થયેલી ઉજ્જૈન(Ujjain) નગરી ભારતમાં આવેલી છે. જે હાલ મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં આવેલું છે. અહીં અસંખ્ય મંદિરો આવેલા છે. જેથી આ નગરીને…

મહાકાલી નગરી તરીકે પ્રસિદ્ધ થયેલી ઉજ્જૈન(Ujjain) નગરી ભારતમાં આવેલી છે. જે હાલ મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં આવેલું છે. અહીં અસંખ્ય મંદિરો આવેલા છે. જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં હરસિધ્ધિ માતાનું જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે. જ્યાં શીપ્લા નદીને કાઠે માતા હરસિધ્ધિ માં સ્વયં બિરાજે છે. આ મંદિર ઉજ્જૈન નગરીમાં મહારાજા વિક્રમ આદિત્યએ બંધાવેલું છે.

શુરવીરો, સતીઓ અને સંતોની ભૂમિ ગુજરાતમાં ગાંધવી ગામની બાજુમાં મિહાણી આવેલી છે. જ્યાં પ્રપાતશેન નામનો રાજા રાજ કરતો હતો. જેને પ્રભાવવતી નામની પતિવ્રતા પત્ની હતી. જે માતા હરસિધ્ધિની પરમ ભક્ત હતી. એક વાર નવરાત્રીના સમયે રાણી પ્રભાવતી સાથે માતા હરસિધ્ધિ સ્વયં ગરબે રમી રહ્યા હતા. પછી માતાજી પોતાના સ્થાન તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાજા પ્રપાતશેનની માતાજી પર કુ દ્રષ્ટિ પડી હતી. જેથી માતાજી કોપાયમાન થયા અને પ્રપાતશેનને શ્રાપ આપ્યો અને કહ્યું કે, તારે રોજ સવારે ઉકળતા તેલમાં પડવાનું છે. હું તારા શરીરનું ભક્ષણ કરીશ. પણ તારી પત્ની પ્રભાવતીની ભક્તિથી હું તને રોજ સજીવન કરીશ. ત્યારથી રાજા પ્રપાતશેન રોજ પોતાના શરીરનો ભોગ આપવા જતો.

એવામાં એક વાર પ્રપાતશેનના માસીયાઈ ભાઈ વિક્રમ આદિત્ય મીહાણી આવ્યા, જે ઉજ્જૈન નગરીના રાજા હતા. તેમને પ્રપાતશેનની આવી દશા જોઈ અને કારણ પૂછ્યું ત્યારે પ્રપાતશેને દરેક વાત જણાવી હતી. ત્યારે વિક્રમ આદિત્યે કહ્યું કે ચિંતા ના કરો આવતી કાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા જઈશ. વીજે દિવસે રાજા વિક્રમ પોતે ગયા. અને ઉકળતી તેલની કડાઈમાં પડી પોતાના દેહનું બલિદાન આપ્યું.

રાજા વિક્રમની આવી પરોપકારી ભાવના જોઈ માતા હરસિધ્ધિ સ્વયં પ્રગટ થયા. અને વિક્રમ આદિત્યને જીવંત કરી વિક્રમને બે વરદાન માંગવા કહ્યું. ત્યારે વિક્રમે પહેલા વરદાનમાં પોતાના માસીયાઈ ભાઈ પ્રપાતશેનને શ્રાપમાંથી મુક્તિ આપવાનું કહ્યું. અને બીજા વરદાનમાં માંગ્યું કે આપ મારી સાથે મારી ઉજ્જૈન નગરીમાં પધારો. માતા હરસિધ્ધિએ તથાસ્તુ કહ્યું. પણ રાજા વિક્રમ પાસેથી માતાએ એક વરદાન લીધું. કે હું કાલ સવાર થતા તારી પાછળ ઉજ્જૈન આવીશ. જે જગ્યાએ તારા મનમાં શંકા જાગશે ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહિ આવીશ. બીજે દિવસે વહેલી સવારે રાજા વિક્રમ માતાના આશીર્વાદ લઇ ઉજ્જૈન જવા નીકળ્યા.

માતાજીના તેની પાછળ ઝાંઝરના અવાજે ઉજ્જૈન જાય છે. ઉજ્જૈન એક શીપ્લા નદીને કાઠે પહોચે છે. ત્યારે માતાજીના ઝાંઝરનો અવાજ અચાનક બંધ થઈ જાય છે. ત્યારે રાજા વિક્રમના મનમાં શંકા જાય છે, કે માતાજી પોતાની પાછળ આવ્યા છે કે નહિ, તે જોવા માટે પાછળ ફરે છે ત્યારે માતા હરસિદ્ધિ ત્યાં જ શીપ્લા નદીના કાઠે રોકાઈ જાય છે. પછી ત્યાં જ રાજા વિક્રમ માતા હરસિદ્ધિનું વિશાલ અને ભવ્ય મંદિર બંધાવે છે. આ ભવ્ય મંદીરમાં માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન છે. આ મંદિરમાં માતા હરસિદ્ધિની સાથે દેવી અન્નપુર્ણા અને દેવી મહાકાળી પણ બિરાજમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *