દેશ-વિદેશમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. ત્યારે આજે અમે તમને મુંગલપુર ધામના બેમુખ વાળા મેલડી માંના ઈતિહાસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બોટાદ જીલ્લાના બરવાળા ગામથી 4 કિલોમીટર દુર મુંગલપુર ધામ આવેલું છે. કહેવાય છે કે, આખી સૃષ્ટિમાં બેમુખ વાળા માત્ર બે જ માતાજી છે, એક છે ચોટીલામાં બિરાજેલા ચામુંડા માં અને બીજા મુંગલપુર ધામમાં બિરાજેલા મેલડી માં.
આશરે દોઢ સો વર્ષ પહેલા મોતી તલસાણીયા નામનો કોળી આ ગામમાં રહેતો હતો. તે માં મેલડીનો પરમ ભક્ત હતો. તેના બાપ-દાદાએ માં મેલડી બેસાડ્યા હતા. ત્યારે એક દિવસ મોતી તલસાણીયા ગાડું લઈને પોતાના ખેતરે જઈ રહ્યો હતો. આ ગાડું જ્યાં પાંચ ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તામાં આવતા જંગલમાં પહોચ્યું. ત્યાં સામે રૂપ-રૂપના અંબાર જેવી એક બાઈ ભાત લઈને આવી અને સામે આવીને ઉભી રઈ.
તે મોતી તલસાણીયાને કહે છે, હે ગાડાવાળા ગાડું ઉભું રાખ. ત્યારે મોતી તલસાણીયા ગાડું ઉભું રાખીને નીચે ઉતાર્યો, ત્યારે આ બાઈએ તેને ભાત જમવાનો આગ્રહ કર્યો. જેવા મોતી તલસાણીયા જમવા બેઠા ત્યાં તો ઝાડિયો પાછળથી એક પછી એક 6 બાઈઓ નીકળીને સામે આવી. જયારે મોતી તલસાણીયાએ પૂછ્યું કે તમે કોણ છો, ત્યાં તો આ બધી બાયો ખળખળાટ હસવા લાગી.
ત્યારબાદ આ બધી બાઈઓ જોર-જોરથી હસતા હસતા પોતાના અસલ ચુડેલના સ્વરૂપમાં આવવા લાગી. આ બધી ચુડેલો મોતી તલસાણીયાને કહેવા લાગી, અમારે તો તારા ઘરે આવું છે. ત્યારે મોતી તલસાણીયા કહેવા લાગ્યો, હું મારા ઘરે તો લઇ જાવ પણ મને એક દિવસનો સમય આપો. હું ઘરે જઈ મારા ઘરડા બા ને પૂછી આવું પછી તમને મારી સાથે લઈ જઈશ. આ સાંભળી સાતેય ચુદેલોએ મોતી તલસાણીયાને ઘરે પાછો આવા દીધો.
તેણે ઘરે આવીને ઘરના ગોખલામાં બેઠેલા માં મેલડીને પ્રાર્થના કરે છે. હે માં મેલડી! મારા બાપ-દાદાએ તને અહી બેસાડ્યા છે. એટલે તું મારી ઘરડી માં થઇ.હવે મારે તારો જ આધાર છે. હે માં! હું સાત ચુડેલોને ઘરે લઈને આવાનું વચન આપીને આવ્યો છે. હવે માં તું જ કઈક રસ્તો બતાવ, ત્યાં તો ગોખલામાંથી આંખો અંજાઈ જાય તેવો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો. હે મારા મોતિયા… તું ખોટી ઉપાડી ન કર, એ સાતેય ચુડેલોને વશમાં કરી તેની માથે કાળી નાગણી થઇ ને બેસું તો માનજે કે હું મેલડી બોલી હતી.
તું કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે. સાથે તારા ખિસ્સામાં કાચનો શીશો લેતો જજે, પછી બાકીની વાત હું તને જંગલમાં જ કરીશ. આટલું બોલી માં મેલડી અંતર ધ્યાન થઇ ગયા.બીજા દિવસે ફરીવાર મોતી તલસાણીયા ગાડું લઈને ખેતર જવા નીકળ્યો અનેફરીવાર જંગલમાં પેલી ભાત વાળી બાઈ સામે આવી. તે નીચે ઉતાર્યો ત્યાં તો ઝાડીની પાછળથી પેલી 6 ચુડેલો બહાર આવી અને પૂછવા લાગી તારા ઘરડા બ ને પૂછીને આવ્યો છે ને! આજે તો અમે તારી સાથે જ આવીશું.
હવે મોતી તલસાણીયાએ કહ્યું મને થોડો સમય આપો હું હમણાં જ ઝાડિયોની પાછળ જઈને આવું છું. પછી મોતી તલસાણીયા માં મેલડીને પ્રાર્થના કરે છે, હે મારી મેલડી! તે કીધું હતું કે બાકીની વાત તને જંગલમાં કહીશ. હવે આગળનો રસ્તો તું જ સુજાડ માં! ત્યાં તો પ્રકાશના કુંજ પથરાયા અને માં મેલડી પ્રગટ થયા અને બોલ્યા, આ સાતેય ચુડેલોની વચ્ચે જઈને ઉભો રે અને તારા ખિસ્સા માં રહેલા શીશાનું ઢાંકણું ખોલીને નીચે મૂકી દેજે અને કહેજે મારા ઘરડા બા એ કહ્યું છે કે, તમે ચુડેલ છો એની ખાતરી કેમ થાય એટલા માટે તમે એકવાર આ શીશા માં સમાઈને બહાર નીકળો તો ખબર પડે કે તમે ચુડેલ જ છો. પછી હું તમને ઘરે લઈ જઈશ.
હવે મોતી તલસાણીયાએ તો આ સાતેય ચુડેલો ઉભી હતી ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલી શીશાને નીચે મૂકી કહેવા લાગ્યો તને આની અંદર જઈને બહાર આવો તો જ ખાતરી થાય કે તમે ચુડેલ છો. આ સાંભળી ચુડેલો કિકિયારી કરીને કહેવા લાગી કે એકવાર શું અમે તો એકવીસ વાર ઉતરીને ભાર નીકળી શકીએ તેમ છીએ. આમ આ સાતેય ચુડેલો એક એક કરીને શીશામાં ઉતરી ગઈ ત્યાં તો મોતી તલસાણીયાએ ઢાંકણું બંધ કરી દીધું. ત્યાં જ મેલડી માં પ્રગટ થયા અને કહ્યું હે મોતીડા આ શીશાને ખાડો ખોદી ત્યાં જ દાટી દે. પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લઈને કંકુનો ચાંદલો કરી દે. આ સાતેય ચુડેલોને જમીનમાં સમાવીને એની ઉપર હું મુંગલપુરની મેલડી બેસીશ.
જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચુડેલોને આહીથી બહાર નીકળવા નહિ દવ. મોટી તલસાણીયાએ આ ચુડેલોને દાટી દીધી અને તેની ઉપર માં મેલડીને બેસાડી અને ત્યાં નાનું એવું ડેરું પણ કરી દીધું. પછી વર્ષોના વર્ષો પણ વીત્યા છતાં આ મંદિર જંગલમાં હોવાતી કોઈ દર્શન કરવા આવતું નહી અને માં ના પણ ધૂપ-દીપ થતા નહિ. 1989 માં મુગલપૂરના આ મેલડી માં મનોહર ભરતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું, આ જંગલમાં હું બેઠી છું, મારી પાસે કોઈ આવતું નથી, તું આ જંગલ માં મંગલ ઉભું કર મારા દર્શને લોકો આવી શકે. એટલે આ બાપુએ જંગલમાં આવી આ ઝાડી-ઝાખરને દુર કરી માં મેલ્દીનું ત્યાં મંદિર બનાવ્યું અને ત્યાં આશ્રમ બાંધ્યું. ત્યારબાદથી અનેક ભક્તો અહી દર્શન કરવા આવે છે અને માનતા મને છે. અને દરેક મનોકામનાઓ માં પૂરી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.