Vadodara Accident: વડોદરા ફરી એક વખત રફ્તારનો કહેર સામે આવ્યો છે. વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના (Vadodara Accident) વાઘોડિયામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા.
હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે. બીજી તરફ સુરતના બમરોલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલક બમરોલી રોડ પર બાઈક પર સવાર મામા-ભાણેજને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં રામકથા સાંભળીને આવી રહેલા મામા-ભાણેજને ઈજા પહોંચી હતી. રાજકોટમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાજકોટ ન્યારી ડેમ રોડ પર એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સામેથી આવતા એક્ટિવા ચાલક યુવાનને અડફેટે લઇ નાસી છૂટ્યા હતા.
વડોદરામાં અકસ્માતમાં એકનું મોત
હિટ એન્ડ રનની આ ઘટના વાઘોડિયા-માળોધર રોડ પર બની હતી. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. એક્ટિવા પર જઈ રહેલી માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ પુત્રી મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચાલક પૂરપાટ ઝડપે ડમ્પર ચલાવી રહ્યો હતો અને માતા-પુત્રીને અડફેટે લીધા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ ધ્રુજાવી દે તેવા છે.
રાજકોટમાં અકસ્માત
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નબીરાઓ બેફામ બન્યા છે અને પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અકસ્માતો સર્જી રહ્યા છે. રાજકોટમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાજકોટ ન્યારી ડેમ રોડ પર એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સામેથી આવતા એક્ટિવા ચાલક યુવાનને અડફેટે લઇ નાસી છૂટ્યા હતા. જોકે કાર પંક્ચર થતાં થોડે દૂર આગળ જઈ ઉભા રહ્યા હતા અને અન્ય ગાડી બોલાવી ન્યાંથી નાસી છૂટ્યા હતા. અકસ્માત સમયના CCTV સામે આવતા અકસ્માત સર્જનાર યુવક ડ્રાઇવિંગ સીટ પરથી ઉતરી બીજી બાજુ પાછળવાળી સીટ આવીને બેસતો અને અન્ય એક મોટી ઉંમરનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરતો હોવાનું બતાવી નબીરાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની લેખિત રજૂઆત ફરિયાદી દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી છે.
સુરતમાં અકસ્માત
સુરત શહેરમાં વેગનઆર (નં. GJ 05 JK 1028)ના ચાલકે બાઈક પર જઈ રહેલા મામા-ભાણેજને ટક્કર મારી હતી, જેના કારણે ત્રણેય લોકો રોડ પર પટકાયાં હતાં અને ઇજાગ્રસ્ત થયા હતા. જોકે બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App