રાજકોટ(ગુજરાત): ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેવામાં રાજકોટમાં રૈયા રોડ પર આવેલા તુલસી સુપર માર્કેટ પાસે ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પૂરની સ્થિતિ જોવા મળી હતી. એ દરમિયાન એક વ્યક્તિએ કોર્પોરેશનનું બોર્ડ પકડી રાખ્યું હતું. તેનું સ્થનિક લોકોએ રેસ્ક્યુ કર્યું હતું. જિલ્લામાં ગત રાત્રીથી અત્યાર સુધીમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
અનેક ગામો ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણા બન્યા હતા. ત્યારે ગોંડલના ડૈયા ગામે 20 જેટલા લોકો ધોધમાર વરસાદમાં ફસાઈ ગયા હતા. તેથી કલેકટર અરૂણ મહેશ બાબુએ ગ્રામજનોને રેસ્ક્યુ કરવા માટેની સૂચના આપી છે. ત્યારબાદ થોડીવારમાં ગ્રામજનોનું હેલિકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગોંડલના કોલીથડ ગામમાં પણ પૂરનો માહોલ સર્જાયો હતો. કોલીથડ ગામના બસ સ્ટેશનમાં કેડ સુધી પાણી ભરાઈ ગયા હતા. એટલું જ નહીં, ગામને જોડતા મુખ્ય પુલ ધોવાય ગયો હતો. આ ઉપરાંત ગામમાં મોબાઈલ સેવા પણ બંધ થઈ છે.
ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યાં કાગદળી ગામ નજીક સેન્ટ્રો કાર પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. કોર્પોરેશન દ્રારા દાવો કરવામાં આવ્યો હતો કે, આ વર્ષે રસ્તાઓ ઉપર પાણી ભરાશે નહીં પરંતુ ધોધમાર વરસાદને કારણે શહેરમાં આખું પાણીમાં ડૂબી ગયું હતું. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી.
ગોંડલમાં 6 કલાક 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભા૨ે વ૨સાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તા૨ોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપ૨ાંત ગોંડલનો વે૨ીડેમ ઓવ૨ફલો થવાની તૈયારીમાં છે. સુચના તંત્ર દ્વા૨ા ગોંડલમાં કંટોલીયા, વો૨ા કોટકડાના નાગિ૨કોને નદીના પટમાં અવ૨ જવ૨ નહીં ક૨વાની આપવામાં આવી છે. તેમજ તાલુકાના પાટીયાળી ગામ પાસે આવેલ મોતીસ૨ ડેમ અને વેક૨ી ડેમ પણ ઓવ૨ફલો થવા જઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.