દિલ્હીની સ્થિતિ માટે ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર, તેમને રાજીનામું આપો: સોનિયા ગાંધી

ભારતની રાજધાની દિલ્હીમાં થઈ રહેલી હિંસા અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાજર રહ્યા હતા. બેઠકમાં હિંસા દરમિયાન મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે કોંગ્રેસના નેતા અને કાર્યકરો 24 અકબર રોડથી રાષ્ટ્રપતિ ભવન સુધી શાંતિ માર્ચ કાઢશે. આ માર્ચમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રાજીનામું આપી દેવું જોઈએઃ સોનિયા ગાંધી

દિલ્હીમાં થયેલી હિંસા મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયાએ ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આડેહાથ લેતા દિલ્હીની સ્થિતિ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જ જવાબદાર ઠેરવ્યા છે અને તેમનું રાજીનામું માંગ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં સ્થિતિ ચિંતાજનક છે. એક કાવતરા હેઠળ વાતાવરણ બગાડવામાં આવ્યું છે. ભાજપ નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. દિલ્હીમાં થયેલી હિંસા મામલે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે.

ગૃહમંત્રી અમિત શાહ ક્યાં હતા અને શું કરી રહ્યાં હતા ?

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને અને કેન્દ્ર સરકારને ઘેરતા સવાલો ઉઠાવ્યા છે. હિંસાવાળા વિસ્તારમાં કેટલી પોલીસ તૈનાત કરાઈ હતી. બગડેલા માહોલ બાદ પણ સેનાને હિંસાગ્રસ્ત એરિયા કેમ સોંપાતો નથી. આખરે જ્યારે હિંસા થઈ રહી હતી, ત્યારે વડાપ્રધાન ક્યાં હતા? દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ શું કરી રહ્યાં છે? રવિવારથી અમિત શાહ ક્યાં હતા? રવિવારે હિંસા ફાટી નીકળી ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી ક્યાં હતા?

રાષ્ટ્રપતિ ભવન સુધી પગપાળા માર્ચ

દિલ્હીમાં હિંસા વિશે કોંગ્રેસ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર સીધો ટાર્ગેટ કરવાની તૈયારીમાં છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બુધવારે સવારે પક્ષની કાર્યસમિતિની બેઠક શરૂ કરવામાં આવી છે. આ બેઠક પછી મોદી સરકારને રાજધર્મ યાદ અપાવવા પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં દરેક નેતા રાષ્ટ્રપતિ ભવન સુધી પગપાળા માર્ચ કરવાના છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અરજી સોંપશે.

કાર્યસમિતિના પ્રસ્તાવમાં મોદી સરકારની વિભાજન નિતિ, હિંસા અને ફાસિસ્ટ વિચારસરણીની નિંદા કરીને દિલ્હીમાં રમખાણો રોકવા માટે સેના બોલાવવાની માંગણી પર વિચાર કરવામાં આવશે. આ પહેલાં મંગળવારે મોડી રાત સુધી કરવામાં આવેલી ક્વિક એક્શન ગ્રૂપની બેઠકમાં દિલ્હી રમખાણો પર કેન્દ્ર સરકારની નિષ્ફળતા વિશે કડક વલણ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય બુધવારે સાંજે દિલ્હી કોંગ્રેસના નેતા હેડક્વાર્ટર ઓફિસથી 30 જાન્યુઆરી માર્ગ સુધી પગપાળા માર્ચ કરશે, જ્યાં ગાંધીજીન હત્યા કરવામા આવી હતી.

અત્રે નોંધનીય છે કે, બેઠક પહેલાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમે દિલ્હી પોલીસ સામે આકરા પ્રહાર કર્યા હતા. ચિદમ્બરમે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગૃહમંત્રી હોય કે ગૃહ મંત્રાલય, સરકારનું કામ છે કે તેઓ હિંસા રોકે. સોમવારથી હિંસક પ્રવૃતિઓ ચાલી રહી ચે. આ દિલ્હી પોલીસની નિષ્ફળતા દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *