પરિવારની ના હોવા છતાં દીકરીએ કર્યા ‘લવ મેરેજ’- પરિવાજનોએ દીકરીને ઘરે બોલવી અને કરી નાખી હત્યા

ડિજિટલ યુગમાં પણ સમાજની ઘણી રૂઢીમાંથી મુક્તિ નથી મળી. આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશનાં ચાંદૌલી જિલ્લામાંથી બહાર આવ્યો છે. મેડિકલની તૈયારી કરેલ વિદ્યાર્થિનીએ પરિવાર જનોની સામે જઈને લગ્ન કર્યા હતા. જેની સામે પરિવારે તેની હત્યા કરી નાંખી છે. આ વિશે સમાજવાદી પાર્ટીનાં યુવા નેતા અંકિત યાદવે અલીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

એમાં યુવતીનાં પરિવારજનોએ તેની હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. અંકિત યાદવ તેમજ પ્રીતિ યાદવ વચ્ચે અનેક સમયથી પ્રેમ સંબંધ હતો. આ વાત અંગેની જાણ બંનેનાં પરિવારજનોને થતા મામલો ગરમાયો હતો. યુવતીનાં પરિવાર જનોને પ્રીતિનો આ સંબંધ મંજૂર હતો નહી. યુવતીનાં પરિવારે યુવતીનાં લગ્ન વારાણસીમાં રહેતા એક યુવકની સાથે નક્કી કર્યા હતા. પરિવાર જનોનાં આ પગલાંથી નારાજ પ્રીતિએ વારાણસીનાં યુવકની સાથે લગ્ન કરવા માટેની ના પાડી દીધી. અંકિતે એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે, લગ્ન તૂટી ગયા પછી પણ પરિવારજનોએ પ્રીતિને માર માર્યો હતો. ત્યાર બાદ બન્ને પરિવારની સામે થઈને ભાગી ગયા તેમજ તારીખ 9 નવેમ્બરનાં દિવસે ચંદૌલીમાં રજીસ્ટ્રેશન મેરેજ કરી લીધા. બાદ તારીખ 25 નવેમ્બરનાં દિવસે હિન્દુ રીત રિવાજ મુજબ ફેરા ફર્યા. ત્યાર બાદ અંકિતનાં પરિવારજનો તો સંમત થયા પરંતુ પ્રીતિનાં પરિવારમાં હાલ મનદુઃખ હતું.

ત્યાર બાદ યુવતીનાં પરિવારજનોએ એક કાવતરૂ ઘડ્યુ. પ્રીતિને તેની ઘરે બોલાવીને તેની હત્યા કરી નાંખી હતી. પરિવારનાં આ સભ્યોએ ગુનો છૂપાવવા ગુપ્ત રીતે મૃતદેહની અંતિમવિધિ પણ કરી હતી. જ્યારે અંકિતને આ વિશે માહિતી મળી તે સમયે તેને બહુ મોટો આંચકો લાગ્યો હતો. પ્રીતિનાં પરિવારજનોની સાથે પૂછપરછ કરતા કોઈ પણ પ્રકારનો સંતોષજનક જવાબ મળ્યો ન હતો.

સામેથી ધમકાવવાનું ચાલુ કરી દીધુ. છેવટે અંકિતે પ્રીતિ યાદવનાં પરિવારની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અલીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ પરથી પોલીસે મહિલાની માતા પ્રભાદેવી, પિતા મહેન્દ્ર યાદવ સહિત બીજા છ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરનાં પગલાં લીધા છે. પોલીસકર્મચારી કુંવર પ્રભાતસિંહે કહ્યું હતું કે, આ કેસમાં અંકિત યાદવ બાજુથી ફરિયાદ કરી છે. જેનાં આધારે હત્યાનો કેસ નોંધાયો છે. પ્રીતિનાં પિતા SI MT તરીકે જૌનપુરમાં પોસ્ટ પર છે. તેવું અંકિતે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *