બાંકે બિહારી મંદિરના પૂજારીઓની ગુંડાગર્દી: મહિલા ભક્તો પર વરસાવ્યા લાફા, જુઓ વિડીયો

Banke Bihari Temple: પ્રયાગરાજ માં મહાકુંભને લીધે ચારે બાજુ શ્રદ્ધાળુઓની ભીડ આવી રહી છે. કુંભમાંથી સ્નાન કરીને નીકળ્યા બાદ લોકો કાશી, અયોધ્યા અને મથુરા તરફ દર્શન માટે જઈ રહ્યા છે. એવામાં ફાગણ માસ પણ શરૂ થવાનો છે, જેને લઈને મથુરા અને વૃંદાવનમાં (Banke Bihari Temple) મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી જોવા મળે છે. આ દરમિયાન મથુરાના બાંકે બિહારી મંદિરથી એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં પ્રસાદ ચડાવવાને લઈને પૂજારી અને શ્રદ્ધાળુઓમાં વિવાદ થઈ ગયો હતો. વિવાદ એટલો બધો વધી ગયો હતો કે ત્યાં છુટા હાથની મારામારી જોવા મળી હતી. મહિલાઓને પણ છોડવામાં આવી ન હતી તેમને પણ લાફા ખાવા પડ્યા હતા.

મથુરાના બાંકે બિહારી મંદિરમાં છુટા હાથની મારામારી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડિયો મથુરાના બાંકે બિહારી મંદિરનો જણાવાઈ રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં ભીડ હોવાને લીધે પ્રસાદી ચડાવવાને લઈને શ્રદ્ધાળુ અને પુજારી વચ્ચે વિવાદ થઈ ગયો હતો. પહેલા આ વિવાદ શાબ્દિક હતો, પરંતુ થોડા સમય બાદ વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લોકો વચ્ચે છુટા હાથની માથા મારી થઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રદ્ધાળુ કોઈ વાતને લઈને પહેલા પૂજારી સાથે ઉગ્ર ચર્ચા કરે છે ત્યારબાદ પૂજારી તેની સામે ઉભેલા વ્યક્તિને લાફો મારી દે છે. આ જોઈ લોકોનો ગુસ્સો વધી જાય છે અને તે પૂજારીને પકડીને મારવા જાય છે પરંતુ તે વ્યક્તિ જાતે જ શિકાર બને છે.

મહિલા ને પણ ન છોડી
આ સમગ્ર બનાવમાં મામલો શાંત પાડવા વચ્ચે પડેલી મહિલાને પણ પુજારીઓએ લાફા ચોડી દીધા હતા. ત્યારબાદ પૂજારી અને શ્રદ્ધાળુઓ વચ્ચે ખૂબ મારપીટ થાય છે. આ વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપવા મેદાનમાં આવ્યા છે.

લોકોએ આપી તીખી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. એવામાં સોશિયલ મીડિયા યુઝર વીડિયોને જોઈ પોતાના પ્રતિસાદ આપી રહ્યા છે. એક વ્યક્તિ લખે છે કે આ કેવી આસ્થા અને વ્યવસ્થા છે કે ભક્તોને પ્રસાદ ચડાવવાને લઈને ઉતાવળ મારપીટમાં બદલાઈ જાય છે. અન્ય એક વ્યક્તિ લખે છે કે ક્યારેક ક્યારેક એવું લાગે છે કે ઘરેથી બહાર જ નથી નીકળવું. અન્ય એક વ્યક્તિ લખે છે કે દોષિતોને ઓળખી તેમના પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.