રાજ્યના આ શહેરમાં સીતા વિનાનું રામ-લક્ષ્મણનું એકમાત્ર મંદિર, ચામડીનો રોગ દુર કરતા ગરમ-ઠંડા પાણીના કુંડ

lusudra has this pond: ખેડા જીલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ ફાગવેલની નજીક જ લસુન્દ્રા ગામે પ્રાચીન ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક હઠીલા રોગો દૂર થાય છે. જેને લઇ રોગ મટાડવા રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી કુંડના પાણીથી (lusudra has this pond) સ્નાન કરે છે. આ પાણીથી સ્નાન કરનાર દર્દીને રોગમાં રાહત મળે છે. અહીં 8 ગરમ પાણીના અને 10 ઠંડા પાણીના મળી કુલ 18 જેટલા કુંડ હાલ અસ્તિત્વમાં છે.

મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ મહત્વનું બન્યું
ખેડા જીલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના હઠીલા ચર્મરોગો દૂર થતાં હોઈ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.ત્યારે આ સ્થળ ધાર્મિક મહત્વની સાથે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ મહત્વનું બન્યું છે.

પાણીથી સ્નાન કરવાથી દર્દીને રોગમાં રાહત મળે છે
ખેડા જીલ્લાના પ્રસિદ્ધ તિર્થધામ ફાગવેલથી નજીક જ લસુન્દ્રા ગામે પ્રાચીન ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક હઠીલા રોગો દૂર થાય છે. જેને લઇ રોગ મટાડવા રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી કુંડના પાણીથી સ્નાન કરે છે.જે પાણીથી સ્નાન કરવાથી દર્દીને રોગમાં રાહત મળે છે. અહીં 8 ગરમ પાણીના અને 10 ઠંડા પાણી ના મળી કુલ 18 જેટલા કુંડ આવેલા છે. આ સ્થળ સાથે સંકળાયેલી ધાર્મિક માન્યતા મુજબ સતયુગમાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી વનવાસમાં હતાં ત્યારે હિડિમ્બા વન તરીકે આ સ્થળ ઓળખાતું હતું.જ્યાં સરભંગ ઋષિ નો આશ્રમ આવેલો હતો. વનવાસ દરમ્યાન અહીં સરભંગ ઋષિના આશ્રમમાં ભગવાન શ્રી રામ પધાર્યા હતા.જેમણે અહીં 101 કુંડ બનાવી સરભંગ ઋષિનો કૂપિત રોગ દૂર કર્યો હતો.જેમાથી હાલ માત્ર 18 કુંડ જોવા મળે છે.

આ કુંડ આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે
જે આજે પણ અહીં જોવા મળે છે. અહીંના લોકો માટે આ કુંડ આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે. કારણ કે, અહીં દર્શનાથે આવતા શ્રદ્ધાળુઓને ગરમ અને ઠંડા પાણીના કુંડમાંથી પાણી કાઢી આપી ન્હાવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જેના બદલામાં યાત્રાળુઓ પૈસા આપે છે.