રાયબરેલી(Rae Bareli): હાલ એક અનોખી ઘટના સામે આવી છે. જે વાંચી તમે પણ ખખડી પડશો. જેમાં શામલી (Shamli)ના અઢી ફૂટના અઝીમ મંસૂરીના ધામધૂમથી લગ્ન બાદ હવે સ્વતંત્ર પ્રભાર મંત્રી દિનેશ સિંહના જિલ્લા રાયબરેલીના મોહમ્મદ શરીફના પણ અરમાનો ફુટી નિકળ્યા છે. અઢી ફુટના મોહમ્મદ શરીફે સરકારી ઘર મળ્યા બાદ જિલ્લા પ્રશાસનને ઘરવાળી વ્યવસ્થા કરાવી આપવા માટે ભલામણ કરી છે. મોહમ્મદ શરીફે જિલ્લા ધિકારીને અરજી કરતા કલેકટર પણ ખખડી પડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોહમ્મદ શરીફ રાયબરેલીના મહારાજગંજ તાલુકાના રહેવાસી છે. શરીફનો શારીરિક વિકાસ થયો નથી અને ધીમે ધીમે તે 40 વર્ષનો થઈ ગયો. 40 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ પણ તેમની લંબાઈ ફક્ત અઢી ફુટની છે. કોઈ કામ ધાન કરવાના કારણે પરિવારના સભ્યોએ ઘરેથી કાઢી મુક્યો તો, પ્રશાસન પાસે એક મકાનની ભલામણ કરી. જો કે, સારી વાત એ છે કે, જિલ્લા પ્રશાસન તરફથી તેને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર પર મળી ગયું પણ હવે એકલા રહી રહીને તે કંટાળી ગયો છે. ત્યારે હવે તેનું આ એકલાપણુ દૂર કરવ માટે ફરી એક વાર પ્રશાસન પર વિશ્વાસ મુક્યો છે અને કલેક્ટર માલા શ્રીવાસ્તવ પાસે પહોંચ્યો છે.
આર્થિક મદદની સાથે ઘરવાળીની ડિમાન્ડ:
આ અરજી મોહમ્મદ શરીફે ડીએમે એડીએમને સોંપી હતી. તેણે જિલ્લા પ્રશાસન પાસે આજીજી કરતા કહ્યું કે, તે શારીરિક રીતે અવિકસિત હોવાના કારણે કામકાજ કરવા માટે સક્ષમ નથી. સગા સંબંધીઓ દ્વારા જેમ તેમ કરીને તેનું પેટ ભરવામાં આવે છે. પરંતુ તેણે હવે જિલ્લા પ્રશાસન પાસ રોટીની સાથે સાથે રોટલી બનાવવાળી પણ શોધી આપવાની માટે ભલામણ કરી છે. તેણે કહ્યું કે, અલગ અલગ સરકારી યોજના થકી તેની આર્થિક મદદની સાથે લગ્ન કરાવી આપવામાં આવે.
મોહમ્મદ શરીફે અરજી કરતા કલેક્ટરે એડીએમ પ્રશાસનના હવાલે કરી તેમના પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. શરીફનું કહેવું છે કે, તેમની પાસે સરકારે આપેલું પ્રધાનમંત્રી આવાસ છે. જેમાં તે એકલો રહે છે, એકલા હોવાના કારણે સમય નિકળતો નથી. ઘરમાં ખાવાનું બનાવાની વ્યવસ્થા પણ નથી. જેના કારણે તેણે લગ્ન કરાવાની માંગ કરી છે. તેમજ આ અરજીને પણ ધ્યાનમાં લેવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.