મૃત્યુ થાય તેના કેટલા દિવસ પછી મળે બીજો જન્મ? જાણો ગરુડ પુરાણમાં લખ્યું છે વ્યક્તિના પુનર્જન્મ વિશે

Garuda Purana: તમામ ધાર્મિક ગ્રંથોમાં ગરુડ પુરાણ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુ બાદ, તેનો આત્મા તેનું શરીર ક્યાં છોડી દે છે, શું તે પુનર્જન્મ લે છે અને જો તે થાય છે, તો તે કોનું શરીર પ્રાપ્ત કરે છે અને કેવી રીતે? આ તમામ પ્રશ્નોના જવાબ ગરુડ પુરાણમાં(Garuda Purana) મળી શકે છે.

તમને જણાવી દઈએ કે વ્યક્તિના કર્મો અનુસાર તેને સ્વર્ગ કે નરક મળશે તેવું ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, વ્યક્તિના મૃત્યુ બાદ, તેની આત્મા તેના શરીર અને તેના પરિવારની આસપાસ થોડા દિવસો ભટકતી રહે છે. પરંતુ વાસ્તવમાં ગરુડ પુરાણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આત્માનો પુનર્જન્મ કેવી રીતે અને કેટલા દિવસો પછી થાય છે.

જાણો મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી આત્મા લાંબા સમય સુધી પ્રવાસ પર જાય છે. યમદૂત પહેલા આત્માને યમલોકમાં લઈ જાય છે. જ્યાં તે વ્યક્તિના કર્મ કાર્યોની ગણતરી કરવામાં આવે છે.

ખરાબ અને સારા કર્મોના આધારે વ્યક્તિનો પુનર્જન્મ થાય છે
ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિનો પુનર્જન્મ તેના કર્મો અનુસાર થાય છે. જો કોઈ વ્યક્તિએ ખરાબ કાર્યો કર્યા હોય તો તેણે નરકમાં જવું પડશે. જો તેણે સારા કાર્યો કર્યા હોય તો તેને સ્વર્ગની યાત્રા કરાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મૃત્યુ પછી યમરાજ સુધી પહોંચવા માટે આત્માને લગભગ 86 હજાર યોજનનું અંતર કાપવું પડે છે.

પુનર્જન્મનો હિસાબ જાણો
ગરુડ પુરાણ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તે 3 થી 40 દિવસમાં પુનર્જન્મ લે છે. વ્યક્તિ તેના કર્મ  કાર્યોના આધારે પુનર્જન્મ લે છે. વ્યક્તિના મૃત્યુ પછી, તેના કાર્યોનો હિસાબ કરવામાં આવે છે. જે પછી તેનો પુનર્જન્મ થાય છે. એટલે કે તેનો આગામી જન્મ તેના કર્મોના આધારે નક્કી થાય છે. જો વ્યક્તિ પાપી હોય છે તો લગભગ તેને ફરી પૃથ્વી પર જન્મવું પડશે તેના કર્મોને સારા કરવા માટે પરંતુ જો વ્યક્તિ સજ્જન હોય છે તો તેને સ્વર્ગ મળે છે.

(અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ત્રિશુલ ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી.)