આ રિલ્સ કેટલાનો જીવ લેશે! હોડીમાં બેસી રીલ બનાવવા જતા પલટી ગઈ હોડી, આટલા લોકોના મોત

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી નવા વર્ષની શરૂઆતમાં જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંયા એક તળાવમાં હોડી પલટી જવાને કારણે સાત કિશોરો પાણીમાં પડી ગયા હતા. તેઓ ડૂબવા લાગ્યા ત્યાર બાદ આસપાસ રહેલા લોકોએ છ છોકરાઓને (Uttar Pradesh News) બચાવી લીધા જોકે ડૂબવાને કારણે એક કિશોરનું મૃત્યુ થઈ ગયું છે.

લોકોનું માનીએ તો આ તમામ લોકો હોડી પર બેસી રિલ બનાવી રહ્યા હતા. હોડીમાં સાત કિશોરો બેઠેલા હતા અને તે તળાવની વચ્ચે જ રીલ બનાવી રહ્યા હતા. આ જાણકારી પોલીસ સુત્રો પાસેથી મળી છે.

તેમના જણાવ્યા અનુસાર ગંગાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના રતિરામ પુરવામાં રહેતા સાત યુવકો એક તળાવમાં હોડીમાં ફરી રહ્યા હતા અને મોબાઈલથી રીલ બનાવી રહ્યા હતા. એવામાં અચાનક હોડી પલટી ખાઈ ગઈ હતી અને તમામ લોકો પાણીમાં પડી ગયા હતા.

તેમણે આગળ જણાવ્યું કે સ્થાનિક લોકો એ તેમની મદદ કરી અને ૬ કિશોરોને બચાવી લીધા પરંતુ 14 વર્ષીય કિશોર ઉમેરનું ડૂબવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. પોલીસ સ્ટેશનના પ્રભારી રાહુલસિંહ જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ ગેર જવાબદારી ભર્યા વર્તનને કારણે દુર્ઘટના ઘટી હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.