વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવવામાં ભારતીય ક્રિકેટ ટીમ સામે મોટો પડકાર!

ટેસ્ટ સીરીઝમાં ભારત બાંગ્લાદેશની હરાવી દેશે તેવું તો બધા જાણતા જ હતા. પરંતુ કાનપુર(KANPUR) ટેસ્ટ આવી રીતે પૂરી થશે તેનો કોઈને અંદાજો ન હતો. ચેન્નાઇમાં મેદાન માર્યા બાદ હવે ભારતે કાનપુર ટેસ્ટ જીતીને સિરીઝ 2-0 થી પોતાના નામે કરી લીધી છે. હવે બાંગ્લાદેશ સામે 3 t20 મેચની સીરીઝ થશે ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ટીમ 3 મેચની ટેસ્ટ સીરીઝ રમવા માટે ભારત આવશે.

ભારત WTC ફાઇનલથી કેટલું દૂર?
ભારતની નજર સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપના ફાઇનલમાં (wtc final) પહોંચવાની છે અને આ મુશ્કેલ પણ લાગી રહ્યું છે. જો પોઈન્ટ ટેબલ ઉપર નજર નાખવામાં આવે તો ભારતીય ટીમ એ 11 ટેસ્ટમાંથી 8 જીત મેળવી છે, 2 હાર અને 1 ડ્રો સાથે 98 પોઇન્ટ સાથે પહેલા સ્થાને છે. બીજા નંબર ઉપર ઓસ્ટ્રેલિયા છે જેને 12 ટેસ્ટ માંથી 8 જીત, 3 હાર અને 1 ડ્રો રહી છે. કાંગારૂઓ પાસે હાલમાં ૯૦ પોઇન્ટ છે. ત્રીજા નંબરે શ્રીલંકા છે જેણે 9 મેચમાં 5 મેચમાં જીત અને 4 મેચમાં હાલનો સામનો કરવો પડ્યો છે. ઓવરઓલ જોવા જઈએ તો ભારતની સ્થિતિ હાલ મજબૂત છે.

શું ભારત પહેલેથી જ ક્વોલીફાઈ કરી ચૂક્યું છે?
ભારત હાલની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલમાં 8 મેચ રમ્યું છે જેમાં 3 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અને 5 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ. હજુ ભારતે લોજિકલી ક્વોલીફાઇ કર્યું નથી પરંતુ ક્વોવલીફાય કરવું વધારે મુશ્કેલ પણ નથી. ભારતે ઓસ્ટ્રેલિયામાં પોતાની ગઈ સિરીઝ 2-1 થી જીતી છે. જો ભારત આ વખતે પણ 2-1થી જીતે તો ભારત ક્વોલિફાઇ થઈ જશે.

એક ટ્વિસ્ટ પણ છે

ફાઇનલમાં પહોંચવા માટે ભારતની મુખ્ય અડચણ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા છે. જેનું પીસીટી 12 અને 9 મેચ બાદ ક્રમશ 62.50 અને 55.56 છે. રોહિત શર્માની ટીમ 16 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. જો ભારત આ સિરીઝ 3-0 થી જીતી જાય છે તો ભારતનું સ્થાન ફાઇનલમાં પાકું છે. આ ઘરેલું સિરીઝ બાદ ભારત ડિસેમ્બરમાં બોર્ડર-ગાવાસ્કર સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે જે ટીમની હાલની સાયકલમાં છેલ્લી સીરીઝ હશે. ઓસ્ટ્રેલિયામાં ભારતની માત્ર એક જીત ડબલ્યુટીસી ફાઇનલમાં તેનું સ્થાન પાકું કરી દેશે. જો આ પાંચ મેચની સીરીઝમાં ભારત એક પણ મેચ જીતી શકતું નથી તો પછી તમામની નજરો દક્ષિણ આફ્રિકાની શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ તરફ રહેશે.