Facts of Earth: દર વર્ષે 22 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. હકીકતમાં 22 એપ્રિલ 1970 ના રોજ લગભગ બે કરોડ લોકો અમેરિકાના (Facts of Earth) મોટા શહેરોની ગલીઓ અને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને માનવીય ગતિવિધિઓથી પર્યાવરણને થતા નુકસાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
દુનિયાભરમાં લગભગ 200 દેશોમાં પર્યાવરણ સંરક્ષિત સંબંધિત કાર્યક્રમો આયોજિત થાય છે. આ વર્ષનો વિષય અવર પાવર, અવર પ્લેનેટ છે. પૃથ્વી દિવસના દિવસે આવો નજર કરીએ એવી દસ વાતો પર જે આ ગ્રહને ખાસ બનાવે છે.
1. પૃથ્વી સંપૂર્ણ રીતે ગોળ નથી
સામાન્ય રીતે આપણે કહેતા અને સાંભળતા હોઈએ છીએ કે પૃથ્વી ગોળ છે, પરંતુ આ તેનો પરફેક્ટ આકાર નથી. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પૃથ્વી ચપટી છે. એટલા માટે આના આકારને યોગ્ય રીતે વર્ણવવો હોય તો તેને ઓબ્લેટ સ્પેરોઇડ કહી શકાય. એટલે કે પૃથ્વીનો આકાર ચપટો ઈંડાકાર જેવો છે.
2.ધરતીના 70% ભાગમાં પાણી છે
પૃથ્વી પર ઘન, પ્રવાહી અને ગેસ ત્રણેય અવસ્થામાં પાણી રહેલું છે. આ ઉપરાંત તે ગ્લેશિયર, તળાવો, નદી, સમુદ્ર અને મહાસાગરના રૂપમાં પૃથ્વીના લગભગ 75% ભાગને કવર કરે છે. ધરતી પર રહેલું કુલ પાણીના 97 ટકા ભાગ સમુદ્રનું ખારું પાણી છે.
3.પૃથ્વીના 100 કિલોમીટર ઉપર અંતરિક્ષ આવેલું છે
પૃથ્વીના વાયુમંડળ અને અંતરીક્ષ વચ્ચેની જે સીમા માનવામાં આવે છે, તેને કારમન રેખા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રેખા સમુદ્ર તળથી લગભગ 100 કિલોમીટર હોય છે.
તેનો અર્થ એવો થાય છે કે જો કોઈ વસ્તુ અથવા વ્યક્તિ 100 કિલોમીટરથી વધારે ઉપર ચાલ્યું જાય છે, તો તે પ્રેક્ટીકલ રૂપે અંતરિક્ષમાં હોવાનું માનવામાં આવે છે.
4. પૃથ્વીના કેન્દ્રમાં છે લોખંડ
પૃથ્વી સૌરમંડળનું સૌથી ઘટ્ટ અને આકારમાં પાંચમો સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વીનો સૌથી અંદરનો ભાગ લગભગ 1200 km રેડિયસ વાળા એક કઠોર દડા જેવો માનવામાં આવે છે. આ ભાગ મુખ્ય રીતે રૂપે લોખંડનો બનેલો છે.
5. પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ જ્યાં જીવન છે
રુચિ બ્રહ્માંડમાં એકમાત્ર ખગોળીય પિંડ છે, જેમાં આપણે જીવન જીવી શકીએ છીએ. અન્ય ગ્રહો પર તેની સંભાવના શોધવામાં આવી રહી છે. હાલમાં પૃથ્વી પર લગભગ 12 લાખ પશુ પ્રજાતિઓ છે, જોકે માનવામાં આવે છે કે આ કુલ પ્રજાતિઓનો ફક્ત એક નાનો ભાગ છે. પૃથ્વીનું નિર્માણ લગભગ 4.5 અબજ વર્ષ પહેલા થયું હતું.
6. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બધી જગ્યાએ સરખું નથી
પૃથ્વી એકદમ પરફેક્ટ ગોળ નથી તેનું દ્રવ્યમાન પણ દરેક જગ્યાએ એક જેવું નથી. આજ કારણે ગુરુત્વાકર્ષણની તાકાત પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. દાખલા તરીકે જેમ જેમ આપણે ભૂમધ્ય રેખાથી ધ્રુવો તરફ આગળ વધીએ છીએ તો ગુરુત્વાકર્ષણ બળ થોડું થોડું વધે છે. જોકે આ ગુરુત્વાકર્ષણ બળનો બદલાવ એકદમ નજીવો હોય છે જેને આપણે ડાયરેક્ટ અનુભવી શકતા નથી.
7. વિરોધાભાસથી ભરેલી છે આપણી ધરતી
આપણો ગ્રહ અનેક વિરોધાભાસથી ભરેલો છે. તેના ભૌગોલિક ક્ષેત્રો અને તેની જળવાયુની વિવિધતાનો અર્થ એ છે કે લગભગ દરેક વિસ્તારની પોતાની એક અલગ ખાસિયત છે.
પૃથ્વી પર સૌથી ગરમ ગણાતી ઘણી જગ્યાઓ છે, પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધારે નોંધાયેલું તાપમાન છે અમેરિકાનું ડેથ વેલી. ડેથ વેલીમાં 10 જુલાઈ 1913ના રોજ 56.7 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવ્યું હતું.
તેમજ બીજી બાજુ એન્ટાર્કટિકામાં સૌથી ઠંડુ તાપમાન નોંધાયું હતું. ક્યાં 31 જુલાઈ 1983 ના રોજ માઇનસ 89 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
8. પૃથ્વી પરની સૌથી મોટી જીવિત ચીજ
ગ્રેટ બેરિયર રીફ, ઓસ્ટ્રેલિયાના તટ પર આવેલી છે. જે પૃથ્વી પર રહેતા જીવોથી બનેલી સૌથી મોટી સંરચના છે. આ એકમાત્ર એવી સંરચના છે, જેને અંતરીક્ષમાંથી પણ જોઈ શકાય છે.
ગ્રેટ ડેરિયર રીત 2000 કિલોમીટરથી વધારે સુધી વિસ્તારમાં ફેલાયેલું છે અને હજારો સમુદ્રી પ્રજાતિઓનું ઘર છે. 1981માં તેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું હતું.
9. સૌર મંડળ નું એકમાત્ર ગ્રહ જ્યાં સક્રિય ટેકનોટિક પ્લેટ છે
પૃથ્વી સૌરમંડળનું એકમાત્ર એવો ગ્રહ છે, જ્યાં ટેકનોટિક્સ પ્લેટ સક્રિય રૂપથી ગતિશીલ છે. આ પ્લેટની સતત હલચલનો મતલબ એવો છે, કે આપણા ગ્રહની સરખેજ સતત બદલાતી રહે છે. આ પ્લેટ પહાડો બનવા, ભૂકંપ આવવા અને જ્વાળામુખી સક્રિય થવાનું મુખ્ય કારણ હોય છે.
10. ધરતીની આજુબાજુ રક્ષાત્મક કવચ છે
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સુરજથી આવનારી ઊર્જાના કણોની સતત વર્ષા વિરુદ્ધ ઢાલના રૂપે કામ કરે છે. ચુંબકીય ક્ષેત્રથી રસ્તાઓ પણ મળી જાય છે. હોકાયંત્ર આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા જ કામ કરે છે અને દિશા જાણી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App