કેટલો વરસાદ વરસે તો ખેડૂતોએ કરવી જોઇએ વાવણી? પરેશ ગોસ્વામીની ખેડૂતો માટે આગાહી અને સલાહ

Paresh Goswami prediction: ગુજરાતમાં હાલ થોડા દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નૈઋત્યનું ચોમાસું પણ 24 કલાકમાં ગુજરાતમાં દસ્તક કરી દેશે.તેમજ આ ચોમાસાની ઋતુમાં ખેડૂતોને વાવણીની(Paresh Goswami prediction) ઉપાદી થતી હોય છે.કારણકે જો ઓછા વરસાદમાં વાવણી કરવામાં આવે તો તેનાથી બિયારણ યોગ્ય પાણી ન મળવાના કારણે બળી જતું હોય છે.તેમજ જો વધુ વરસાદ પડે તો તો બિયારણ ધોવાઈ જતું હોય છે. ત્યારે કેટલા વરસાદમાં વાવણી કરવી યોગ્ય છે તે અંગે હવામાન વિભાગના પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે.

ઉકળાટમાંથી જૂન મહિનામાં કોઈ રાહત નહીં મળે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી સોમવારે એક આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઇ રહી છે. ચોમાસું ગુજરાતથી નજીક આવી ગયુ છે. જેના કારણે ગરમી, ઉકળાટ અને બફારામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ ઉકળાટ દિવસેને દિવસે વધતો જશે અને જૂન મહિનામાં આમાંથી કોઇ રાહત મળવાની નથી.

સવા બે કે અઢી ઇંચ વરસાદ થયો હોય તો જ વાવણી કરવી
આ સાથે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપવા જણાવ્યુ છે કે, ગુજરાતમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદ થઇ રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ રહ્યા છે. જે ખેડૂતોના વિસ્તારમાં સવા બે કે અઢી ઇંચ વરસાદ થયો હોય અને વાવણીલાયક વરસાદ હોય તો તે ખેડૂતો વાવણી કરે.

ઓછો વરસાદ હોય તો વાવેતર ન કરવું
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે. જે ખેડૂતોને ત્યાં હજી કોરું વાતાવરણ છે કે ઓછો વરસાદ થયો છે ત્યાં વાવેતર ન કરતા. મોંઘા બિયારણો ન બગાડતા. હજી આ પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઇ રહી છે. આ પ્રિમોન્સૂનમાં સારો વરસાદ નહીં થાય કે ઓછો થશે તો બિયારણ બગડી શકે છે. આવી ભૂલ ખેડૂતો અનેકવાર કરી ચૂક્યા છે. જેથી આ વખતે તેઓ આવી ભૂલ ન કરે તે માટે કોરામાં વાવેતર ન કરતા.

પાણીની વ્યવસ્થા હોય તો વાવણી કરી શકો છો
પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, જો તમારા વિસ્તારની જમીન પૂરી પલળી ગઇ હોય વાવણીલાયક અઢી ઇંચ આસપાસ વરસાદ હોય તો વાવેતર કરી શકો છો. પરંતુ આવું ન થયું હોય તો વાવેતર ન કરવું. જો તમારી પાસે પાણીની વ્યવસ્થા હોય તો વાવણી કરી શકો છો.આ સાથે તેમણે જણાવ્યુ કે, જે ખેડૂતોને ત્યાં સારો વરસાદ થયો હોય તો તેમણે ચોક્કસ વાવણી કરી જ દેવી. તેમણે રાહ જોવાની જરૂર નથી. ગરમીમાં જમીન ગરમ થઇ જાય છે પછી પહેલા વરસાદથી જમીનમાં પાણી ઉતરે છે અને બીજા વરસાદમાં તો જમીન ઠંડી પડવા લાગે છે. તેથી જો અત્યારે સારો વરસાદ (અઢી ઇંચની આસપાસ) થયો હોય તો વાવણી કરી દેવી જેથી પાકનું સારું ઉત્પાદન થાય.