ચાણક્ય નીતિ દ્વારા પુરુષ, મહિલા, બાળકો, વૃદ્ધો બધાના સ્વભાવ વિશે જાણી શકાય છે. મિત્ર અને શત્રુ બધાના સંબંધોને ઊંડાણપૂર્વક સમજી શકાય છે. આ બધા સંબંધોને જે દ્રષ્ટિથી આપણે નથી જોઈ શકતા તે દ્રષ્ટિકોણથી આ ગ્રંથમાં સમજાવવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્યએ આ ગ્રંથમાં ઢગલાબંધ નીતિ વિષયક સૂત્રો આપ્યા છે. જેને વાંચવા અને સમજવાથી ઘણો ફાયદો થાય છે. આજે આ સૂત્રોમાંથી આપણે કેટલાક સૂત્રો જોઈએ. જે મહિલાઓ સાથે જોડાયેલા છે. આચાર્ય ચાણક્ય દેશના એવા રાજનીતિજ્ઞ હતા કે તેમને કહેલી વાતો અત્યારના સમયમાં પણ એટલી જ સાર્થક છે જેટલી તે સમયમાં હતી. તેમની કુટનીતિ દ્વારા ચંદ્રગુપ્તને તેમણે એક સાધારણ છોકરામાંથી મગધનો સમ્રાટ બનાવી દીધો હતો. હવે તમે જ વિચારો આટલા મહાન વિદ્વાન વિચારક દ્વારા કહેવાયેલી સ્ત્રીઓ વિશે કહેલી વાત કેટલી સચોટ હોઈ શકે.
નીચે મુજબ સ્ત્રીઓ વિશેની વાત આચાર્ય ચાણક્યએ તમામ લોકો, યુવાનો તેમજ પુરુષોને ઉદ્દેશીને કહી છે, તેથી પુરુષો સ્ત્રીઓની આ વાતો સમજી અને તે વાતોને જાણીને પોતાનું જીવન સ્ત્રી સાથે પસાર કરે જેથી લગ્ન જીવનમાં થતી પરેશાની ઓછી કરીને સુખી લગ્નજીવન વ્યતીત કરી શકે.
આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરવા યોગ્ય
આચાર્ય ચાણક્ય કહે છે કે, જે સ્ત્રી સપ્રમાણ સૌન્દર્ય ધરાવતી હોય અને ઉત્તમ ગુણ ધરાવતી હોય અને સમાન કુળની કન્યા હોય તો અવશ્ય લગ્ન કરી લેવા જોઈએ. જો કોઈ કન્યા ખુબ સૌન્દર્યવાન હોય પણ જો નબળા વિચારો ધરાવતી હોય તો એ કન્યાએ વિષકન્યા કહેવાય છે. જો આ કન્યા સાથે લગ્ન કરશો તો તમારા કુળનો નાશ અવશ્ય આજે નહીતો કાલે થશેજ. પુરુષે હંમેશા લગ્ન કરવામાં સ્ત્રીના સૌન્દર્યને, અને આર્થીક સધ્ધરતા આ બે તથ્યોને ક્યારેય ધ્યાનમાં ન લેવા કેમ કે આ બંનેનો કોઈ ભરોસો નહિ કે ક્યારે સાથ છોડી દે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.